French Defence Minister Her Indian Counterpart Rajnath Singh And Pay Tribute To Galwan Valley Martyrs
  • Home
  • Featured
  • રાફેલ યુદ્ધ વિમાન બાદ ફ્રાંસનો ચીનને વધુ એક તમાચો, ગલવાન હિંસા મામલે લીધો મોટો નિર્ણય

રાફેલ યુદ્ધ વિમાન બાદ ફ્રાંસનો ચીનને વધુ એક તમાચો, ગલવાન હિંસા મામલે લીધો મોટો નિર્ણય

 | 5:31 pm IST

ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ફ્રાંસે ભારત તરફ મદદનો હાથ લંબાવી ચીનને સ્પષ્ટ સંદેશ આપ્યો છે. ફ્રાંસના સંરક્ષણ મંત્રી ફ્લોરેંસ પર્લે ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથે થયેલા ઘર્ષણમાં શહીદ થયેલા ભારતીય જવાનોને શ્રદ્ધાંજલિ આપતા ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ફ્રાંસે ભારતને સારૂ મિત્ર પણ ગણાવ્યું છે.

તેમણે સોનવારે સંરક્ષણ મંત્રીને લખેલા પત્રમાં કહ્યું હતું કે, તે બંને દેશો વચ્ચે સંપૂર્ણ વાતચીત કરવા ઈચ્છુક છે. 

ચીન સાથે ભારતને ભારે તણાવ ચાલી રહ્યો છે ત્યારે જ ફ્રાંસના સંરક્ષણમંત્રી પર્લે કહ્યું હતું કે, ભારત અને ફ્રાંસ સારા મિત્ર છે. તેમણે લખ્યું હતું કે, રાજનાથ સિંહના આમંત્રણ પર તેઓ તેમને મળવા માટે તૈયાર છે અને સંપૂર્ણ વાતચીત કરવા માંગે છે. તેમણે પોતાના પત્રમાં ગલવાન ખીણમાં શહીદ થયેલા ભારતીય જવાનોના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે લખ્યું હતું કે, આ બાબત જવાનો, તેમના પરિજનો અને દેશ માટે એક ઝાટકો છે. આ મુશ્કેલીના સમયમાં મિત્ર ભારત પ્રત્યે ફ્રાંસ સેના તરફથી મિત્રતા વ્યક્ત કરૂ છું. હું તમને આગ્રહ કરૂ છું કે, તમે મારી શ્રદ્ધાંજલિ આખી ભારતીય સેના અને શહીદોના પરિજનોને આપે.

ઉલેખનીય છે ક, ભારત ફ્રાંસ પાસેથી 36 રાફેલ યુદ્ધ વિમાન ખરીદવાનો સોદો કરી ચુક્યું છે. 27 જુલાઈએ અંબાલા એરબેઝમાં ભારતને 6 રાફેલ યુદ્ધ વિમાનો આપશે. પહેલા તબલ્લામાં 4 યુદ્ધ વિમાનો જ આવવાના હતા પરંતુ ચીન સાથેના તણાવને ધ્યાનમાં રાખતા 4 ના બદલે કુલ 6 રાફેલ યુદ્ધ વિમાન અને તે પણ ફૂલ લોડેડ એટલે કે હથિયારોથી સજ્જ ભારતને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ફ્રાંસ દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય ખુબ જ મહત્વનો માનવામાં આવે છે.

ત્યાર બાદ ચીનને નજર અંદાજ કરીને ભારતને પોતાનું મિત્ર ગણાવવુ અને ગલવાન ખીણમાં શહિદ થયેલા 20 ભારતીય જવાનો અને તેમના પરિજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવી એ ચીન માટે આંચકા સમાન માનવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન