french footballer karim benzema guilty in sex tap blackmail case
  • Home
  • Featured
  • શા માટે ફ્રાન્સના સ્ટાર ફૂટબોલરને થઈ એક વર્ષની જેલની સજા?

શા માટે ફ્રાન્સના સ્ટાર ફૂટબોલરને થઈ એક વર્ષની જેલની સજા?

 | 10:32 am IST
  • Share

  • કરીમ બેન્ઝેમાની આ સિઝન ખૂબ જ શાનદાર રહી

  • બેન્ઝેમા સ્પેનિશ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી રમે છે

ફ્રાન્સના સ્ટાર ફૂટબોલર કરીમ બેન્ઝેમા મુશ્કેલીમાં ફસાતાં દેખાઈ રહ્યા છે. તેને સેક્સ ટેપ વાયરલ કરવાની ધમકી આપવા અને બ્લેકમેલ કરવા બદલ એક વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સ્વાભાવિક છે કે આ સમય દરમિયાન તેને ટીમમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. આ સાથે વર્સેલ્સ કોર્ટે બેન્ઝેમા પર $84,000 (લગભગ 62 લાખ રૂપિયા)નો દંડ પણ લગાવ્યો છે.

વાસ્તવમાં આ મામલો 2015નો છે. ત્યારે કેટલાક લોકો ફ્રાન્સની ફૂટબોલ ટીમના ખેલાડી Mathieu Valbuena ને સેક્સ ટેપ વાયરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરી રહ્યા હતા. આ આરોપીઓમાં કરીમ બેન્ઝેમાનું નામ પણ સામે આવ્યું હતું. હવે તેને તેના જ સાથી ખેલાડીને બ્લેકમેલ કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો અને સજા ફટકારવામાં આવી.

સજાથી બેન્ઝેમાની કારકિર્દીને અસર થશે?

જોકે, આ સજાથી 33 વર્ષીય બેન્ઝેમાની કારકિર્દી ખતમ થાય તેવું લાગતું નથી. આ સજાની તેમના પર બહુ અસર નહીં થાય. કરીમ બેન્ઝેમા સ્પેનિશ ફૂટબોલ ક્લબ રિયલ મેડ્રિડ તરફથી પણ રમે છે.

તે જ વર્ષે તેણે શાનદાર હેટ્રિક ગોલ કરીને પોતાની ટીમને ચેમ્પિયન બનાવી હતી. તેની સિઝન ખૂબ જ સારી રહી છે અને તે આ વર્ષે 29 નવેમ્બરના રોજ જાહેર થનારા બલોન ડી’ઓર એવોર્ડ માટેના મુખ્ય દાવેદારોમાંનો એક છે. આ એવોર્ડની જાહેરાત પેરિસમાં થવાની છે.

ફરી અપીલ કરશે કરીમ બેન્ઝેમાના વકીલ

ફ્રાંસનો આ સ્ટાર ફૂટબોલર શરૂઆતથી જ આ આરોપોને નકારી રહ્યો છે. ગયા મહિને જ્યારે આ કેસની સુનાવણી થઈ અને ચુકાદાના દિવસે પણ બેન્ઝેમા કોર્ટમાં હાજર ન હતા. તેના સિવાય અન્ય 4 લોકોને પણ દોષિત ઠેરવવામાં આવ્યા છે. આ ચારેય આરોપીઓ પણ કોર્ટમાં હાજર થયા ન હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો