french-team-in-kerala-to-question-isis-suspect
  • Home
  • Featured
  • પેરિસ આતંકી હુમલાના તાર ભારતમાં ખુલ્યા, ફ્રેંચની તપાસ ટીમ કેરળમાં

પેરિસ આતંકી હુમલાના તાર ભારતમાં ખુલ્યા, ફ્રેંચની તપાસ ટીમ કેરળમાં

 | 4:44 pm IST

પેરિસમાં નવેમ્બર 2015માં થયેલા આતંકી હુમલાના સિલસિલામાં તપાસ માટે ફ્રાંસીસી તપાસ ટીમ કેરળ પહોંચી છે. આ ટીમ આતંકી સંગઠન આઈએસઆઈએસ સાથેના સંબંધોના આરોપમાં કન્નૂરના કનકમાલાથી ધરપકડ કરાયેલા જાસિમ સુબ્હાનીની પુછપરછ કરશે.

સૂત્રોના મતે, ફ્રાંસીસી દળને પોતાની તપાસમાં જાણવા મળ્યું છે કે સુબ્હાની જ્યારે સીરિયામાં આતંકી ટ્રેનિંગ લઇ રહ્યો હતો, ત્યારે ત્યાં પેરિસ હુમલામાં સામેલ બીજા શંકાસ્પદ પણ તે સમયે તેમની સાથે હતા. આ માહિતી બાદ હવે ફ્રેંચ ટીમ કોચ્ચિ પહોંચી છે, જ્યાં તે ત્રિશૂર રવાના થશે. સુબ્હાની હાલ ત્રિશૂર જેલમાં બંધ છે.

કેરળના તોદુપુઝાના રહેવાસી સુબ્હાનીની એનઆઈએએ 5 ઓક્ટોબર 2016એ ધરપકડ કરી હતી. એનઆઈએના મતે, સુબ્હાનીની પુછપરછમાં જણાવ્યું હતું કે, ઇરાકમાં આઈએસઆઈએસની સાથે ટ્રેનિંગ દરમિયાન તે અબ્દલ હમીદ અબાઉદ અને સાલે અબ્દસલામ નામથી બે આતંકીઓને મળી હતી, જે પેરિસના આતંકી હુમલામાં સામેલ હતા.

તમને જણાવી દઇએ કે, ફ્રાંસની રાજધાની પેરિસ પર 14 નવેમ્બર 2015માં થયેલા એક ભીષણ આતંકી હુમલામાં ઓછામાં ઓછા 150 લોકોના મોત નિપજ્યા હતા. પોલીસના મતે, 7 આત્મઘાતી હુમલાવરોએ રાજધાનીમાં ખૂનખરાબા કર્યા હતા. આતંકી સંગઠન ISISએ આ હુમલાની જવાબદારી લીધી હતી.