Frequent hand washing once considered an 'addiction', Now good habit because of corona
  • Home
  • Health & Fitness
  • એક સમયે ‘લત’ ગણાતી વારંવાર હાથ ધોવાની આદત કોરોનાને કારણે સારી આદત ગણાય છે

એક સમયે ‘લત’ ગણાતી વારંવાર હાથ ધોવાની આદત કોરોનાને કારણે સારી આદત ગણાય છે

 | 6:00 am IST

કોરોના મહામારીના સમયમાં ઘણું બદલાઈ ગયું છે. એક સમયે જે ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર (OCD) ગણાતી વર્તણૂક હવે સામાન્ય ગણાઈ રહી છે. એક સમયે વધુ પડતા હાથ ધોવા કે કન્ટેમેશન ફિયર એ ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરનું એક લક્ષણ ગણવામાં આવતું. વર્ષો પહેલાં ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડરથી ગંભીર રીતે પીડાતો એક દર્દી હાથ મોજાં અને માસ્ક પહેરીને પણ કન્ટેનમેન ખુરશી પર બેસવા તૈયાર ન હતો. જો કે હવે વારંવાર હાથ ધોવા જેવી વર્તણૂકને સ્વીકારી લેવાઈ છે. ઊલટાનું દરેક જણ સ્વસ્થ રહે એ માટે એવી વર્તણૂકને પ્રોત્સાહિત કરાઈ રહી છે !

જીવલેણ મહામારી આપણી સંસ્કૃતિને પ્રભાવિત કરી રહી છે અને તે પ્રભાવિત કરતી રહેશે, ત્યારે આ નવા સામાન્ય ધારાધોરણ ગણી શકાય. ઘણા સ્ટોરો હવે ફેસ માસ્ક પહેરવા અને હેન્ડ સેનિટાઇઝરનો ઉપયોગ કરવાના નિયમોનું પાલન કરાવી રહ્યા છે અને એકી વખતે સ્ટોરમાં મર્યાદિત સંખ્યામાં ગ્રાહકોને પ્રવેશ આપે છે. ચાલનારા અને દોડનારા લોકો પણ એકબીજાથી નીકટતતા નિવારવા માટે શિસ્તબદ્ધ રીતે શેરીઓમાં રસ્તો ક્રોસ કરે છે.

હજુ થોડા મહિનાઓ પહેલાં જ આ પ્રકારની વર્તણૂક વધુ પડતી ચોખલાઈવાળી કહેવાતી અને આરોગ્યપ્રદ તો ગણાતી જ ન હતી. એ સંજોગોમાં હવે કોરોના વાઇરસથી સંક્રમણનું જોખમ નિવારવા માટેની સાવચેતી અને ઓબ્સેસિવ કમ્પલસિવ ડિસઓર્ડર વચ્ચેની ભેદરેખા ડોક્ટરો કઈ રીતે પાડી શકશે ?

આજકાલ આ મહત્ત્વનો પ્રશ્ન બધે જ પુછાઈ રહ્યો છે

સ્વીકાર કે લત ?

મહામારી શરૂ થઈ ત્યારથી, એક સમયે જે વધુ પડતી ગણાતી વર્તણૂકનું મૂલ્યાંકન કરવું એક પડકાર થઈ ગયો છે. એક સમયે જે વર્તણૂકને રોગ વિષયક ગણાતી હતી, જે હવે માનવ સ્વાસ્થ્ય જાળવવા માટે જરૂરી ગણાય છે અને હવે તે સ્વીકાર્ય બની ગઈ છે. કોવિડ-૧૯ પહેલાં ઇન્ટરનેટનો વધુ પડતા ઉપયોગ અને ડિજિટલ ડિવાઇસ ઉપરની વધુ પડતી નિર્ભરતાએ ઇન્ટરનેટની લતનું લક્ષણ ગણાતી અને એ ચિંતાનું કારણ હતું. મહામારી દરમિયાન સમાજે ઓનલાઇન રહેવું તેને ઝડપથી સ્વીકારી લીધું છે. જ્યારે પણ શક્ય હોય ત્યારે લોકો ઘરેથી કામ કરે છે, અભ્યાસ ઓનલાઇન કરે છે અને ઓનલાઇન બુક ક્લબ દ્વારા સમાજ સાથે પણ જોડાઈ રહ્યા છે. ટેલિહેલ્થ અને ટેલિમેડિસિન દ્વારા આરોગ્ય સંભાળ વધી રહી છે.

એક સમયની ચિંતા આજની સ્વીકાર્ય વર્તણૂક  

રાતોરાત ડિજિટલ કનેક્શન એક સામાન્ય સ્થળ બની ગયું છે અને આપણામાંના ઘણા તેનો ઉપયોગનો અવસર મળ્યો એ બદલ સદ્ભાગી ગણે છે. કન્ટેમેશન ફિયરની જેમ કેટલીક ડિજિટલ વર્તણૂક સામે એક સમયે સવાલ પેદા થતાં તે હવે સ્વસ્થ રહેવ માટે સ્વીકાર્ય વર્તણૂક થઈ ગઈ છે, પરંતુ બધી જ ડિજિટલ વર્તણૂક તેમાં આવતી નથી.

શું એ OCD છે ? કોવિડ-૧૯ના યુગમાં વર્તણૂકો ક્લિનિકલ ઓસીડી જેવી ગણવામાં આવે છે. મહામારી જેવા વર્તમાન જોખમ સામે યતે, ત્યારે સુરક્ષાત્મક વર્તણૂક અને ક્લિનિકલ ઓસીડીનું નિદાન થાય, તેમાં ચાવીરૂપ ભેદ છે. ક્લિનિકલ ઓસીડીમાં જોવા મળતી પુનરાર્વિતત, વિધિ-અનુષ્ઠાનના વિચારો, સૂચનો અને વર્તણૂક તેમની સાથે વ્યવહાર કરતા લોકો માટે ખૂબ જ સમય માગી લે તેવી છે.

ઇનામ પર નજર રહે એવો ગુણ ૨૦ ટકા વસતીમાં સામાન્ય  

કેટલાક લોકોમાં બાધ્યતા મનોગ્રસ્તિ લક્ષણો હોય છે જે ઓછા ગંભીર હોય છે. આ ગુણધર્મો ઘણીવાર ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરનારા લોકોમાં જોવા મળે છે અને તબીબી રીતે નબળા પડતા નથી. ઇનામ પર જ નજર હોય એવું વર્તન લગભગ ૨૦% વસતીમાં માન્ય ગણાય છે. એક પ્રતિભાશાળી રસોઈયા જે રસોઈ અને તેને લગતી બાબતોમાં ખૂણ ચીકણાઈ કરતા હોય તેને ‘ઓબ્સેસિવ કમ્પલસિવ’ તરીકે ઓળખવામાં આવે છે. એ જ રીતે બ્રિજ બનાવવામાં ઝીણું કાંતતા ઇજનેર અથવા ઘણા વિવિધ પાસાઓથી ફાઈલોની તપાસ કરીને કર લેતા એકાઉન્ટન્ટ પણ એમાં જ આવે છે.

બદલાતા સંજોગોમાં લતની વ્યખ્યા પણ બદલાઈ

જેઓ અગાઉ તેમના ટેક્નોલોજીના ઉપયોગને નિયંત્રિત કરવામાં અસમર્થ હતા તેઓ એક સમયે ટાળી શકાય એવી અને હવે વધુ સર્વત્ર સામાન્ય બની ગયેલી સ્થિતિમાં પોતાને ભેરવાયેલા જુએ છે. બદલાતી સામાજિક પરિસ્થિતિઓને લીધે નવા વર્તણૂકીય ધોરણો વિકસિત થતાં, અમુક વર્તણૂકોની ઓળખ અને વર્ણવેલ રીત પેદા થઈ શકે છે. વારંવાર હાથ ધોવા અને ઓનલાઇન સંદેશાવ્યવહાર સામાન્ય થવાના કારણે “OCD” અથવા “ઇન્ટરનેટના વ્યસની” જેવા શબ્દો વારંવાર સાંભળવા મળે છે.

સતત અનિશ્ચિતતા એ ઓસીડીવાળા લોકોમાં જોવા મળતું લક્ષણ   

નિર્ણાયક તફાવત એ છે કે ક્લિનિકલ ઓસીડીથી પીડાતા લોકોમાં જોવા મળતા સતત, પુનરાર્વિતત, વિધિ – અનુષ્ઠાના વિચારો, સૂચનો અને વર્તન ઘણીવાર વ્યક્તિનું જીવ હરી લે છે. જ્યારે આપણામાંના મોટાભાગના લોકો દરવાજા બંધ કર્યા છે કે કેમ તે નિશ્ચિત કરવા એક કે બે વખત ખાતરી કરી લેતા હોય છે અથવા કરિયાણાની દુકાનમાં ગયા પછી અથવા રેસ્ટરૂમનો ઉપયોગ કર્યા પછી સેનિટાઇઝરનો ઉપયોગ કરે છે કે હાથ ધોઈ નાંખે છે, ત્યારે આપણું મગજ આપણને બધુ સલામત હોવાના સંકેત મોકલી આગળ વધવા કહે છે.

OCD ક્યારે થાય ?  તે જ નિયમો કે જે ફરજિયાત હાથ ધોવાના વર્તણૂકોને લાગુ પડે છે તે ઇન્ટરનેટ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોના અનિવાર્ય ઉપયોગ માટે પણ લાગુ પડે છે. વધુ પડતો ઉપયોગ કામ અને શાળામાં દખલ કરી શકે છે અને માનસિક અને સામાજિક રીતે નુકસાન પહોંચાડે છે. સામાજિક અને પારિવારિક સમસ્યાઓ ઉપરાંત, આ વર્તણૂક પીઠ અને ગળાના દુખાવા, મેદસ્વીપણું અને આંખની તાણ જેવી મેડિકલ સમસ્યાઓ ભણી દોરી જાય છે.

લોહી નીકળતું થઈ જાય ત્યાં સુધી હાથ ધોવા એ OCDનું લક્ષણ । OCD વાળી વ્યક્તિને ક્યારેય બધુ સલામત હોવાના સંકેત મળતા નથી. OCD વાળી વ્યક્તિ માટે દિવસના ઘણા કલાકો સુધી હાથ ધોવા રહેવું એ અસામાન્ય નથી તેથી તેમની ત્વચા તરડાઈ જાય કે તેમાંથી લોહી નીકળતું થઈ જાય છે. OCD વાળા કેટલાક લોકોની ધાર્મિક વિધિઓ છે કે જે તેમને હંમેશાં ઘર છોડતા અટકાવે છે. જાણકારોના મતે જો કે, જો ઇન્ટરનેટનો ઉપયોગ અથવા હાથ ધોવાનું બેકાબૂ બને છે અથવા “અનિવાર્ય” બને છે, અથવા જો સ્વચ્છતા અને ચેપ અંગેના વિચારો “વળગાળયુક્ત” બને તો સમસ્યારૂપ બની જાય છે, તો માનસિક આરોગ્ય વ્યવસાયિકની મદદ લેવાનો આ સમય છે. ઘણી વખય વ્યક્તિના વ્યવહાર, વિચારો અને વર્તનને સામાન્ય રીતે કાબુ ન કરી શકાય તેથી મનોચિકિત્સકની મદદ લેવામાં આવે તે ગ્રાહ્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન