Fresh green chana subji recipe tray at home winter special food
  • Home
  • Featured
  • લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાતા રહેશો

લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવો, સ્વાદ એવો કે ફરી ફરી ખાતા રહેશો

 | 10:21 am IST

શિયાળામાં આપણે ત્યાં અલગ અલગ વાનગીઓ બનતી હોય છે આજે અમે ખાસ તમારા માટે લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક લઈને આવ્યા છીએ. જેને તમે પુરી કે પરોઠા સાથે ખાઈ શકો છો. બાજરીનો રોટલો, માખણ હોય તો મજા પડી જાય છે.

લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવવાની સામગ્રી
2 બાઉલ લીલા ચણા
1 બાઉલ દહીં
2 ચમચા તેલ
ચપટી હિંગ
1 ચમચી જીરુ
2 લીલા મરચા
1/4 બાઉલ લીલું લસણ
1/2 બાઉલ લીલી ડુંગળી
1 ચમચી છીણેલું આદું
1/2 ચમચી હલદર
2 ચમચી ધાણાજીરું
2 ચમચી લાલ મરચું
1 ચમચી ગરમ મસાલો
મીઠું

લીલા ચણાનું દહીંની ગ્રેવીવાળુ શાક બનાવવાની પદ્ધતિ

સૌ પ્રથમ ચણાને કુકરમા મીઠું અને પાણી ઉમેરી બાફી લઇ નિતારી લેવા. દહીંમા લાલ મરચું, ધાણાજીરું, મીઠું, ગરમ મસાલો ઉમેરી મિક્ષ કરી લેવુ.એક કડાઇમા તેલ લઈ જીરુ, હિંગ, લસણ, ડુંગળી અને આદું ઉમેરી સાંતળવુ. ડુંગળી , લીલા મરચાં, સૂકુ લસણ અને આદુ ક્રશ કરો એને એક વાસણ માં કાઢી લઈ.

પછી લીલા ચણાને ક્રશ કરો હવે એક વાસણ માં સરખું તેલ લઈ ગરમ કરો તેલ આવી જાય એટલે તેંમાં ડુંગળી લસણ મરચા આદુ નાંખીને પાણી બળે ત્યાં સુંધી સાંતળો પછી તેંમાં સૂકો મસાલો નાંખો તે શેકાય પછી હવે દહીંનું મસાલા વાળુ મિક્ષણ ઉમેરી સતત હલાવતા રહી ચણા ઉમેરી દેવા.સહેજ સીજે પછી ગેસ બંધ કરી દેવો.

કોથમીર વડે ગાર્નિશ કરી સર્વ કરવું. તો તૈયાર છે લીલા ચણાનું દહીં વાળુ શાક. આ શાક સાથે બાજરી નો રોટલો, માખણ, ગોળ, છાશ, લીલા તળેલા મરચાં, મૂળો લાલ લસણની ચટણી ખૂબ સ્વાદીષ્ટ લાગે છે.

આ વીડિયો જુઓ: પતંગ અને માંજા સાથે લોકો ધાબે ચડ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન