આકર્ષક લુક સાથે આ રીતે લાઓ ઘરમાં તાજગી, થઇ જશો એકદમ રિલેક્સ - Sandesh
  • Home
  • Lifestyle
  • આકર્ષક લુક સાથે આ રીતે લાઓ ઘરમાં તાજગી, થઇ જશો એકદમ રિલેક્સ

આકર્ષક લુક સાથે આ રીતે લાઓ ઘરમાં તાજગી, થઇ જશો એકદમ રિલેક્સ

 | 11:43 am IST

આજનો મોટાભાગનો વર્ગ નોકરિયાત થઇ ગયો છે. માટે તેઓ ઓફિસેથી ઘરે આવે એટલે તેમને તાજગી મળે તેમ ઇચ્છતા હોય છે. આમ, જો તમે પણ ઘરમાં જ તાજગી મેળવવા ઇચ્છતા હોવ તો આ આઇડિયા તમારા માટે ખૂબ જ કામના છે.

અત્યારે આમ પણ ફૂલોની સીઝન છે. આટલી ગરમી હોવા છતાં ઉનાળામાં ફૂલો વધુ ખીલે છે. ફૂલોને જોતાં જ તાજગી મળે છે. પછી એ સુગંધિત ગુલાબ હોય કે ફક્ત શો માટે રખાતાં જરબેરા ફૂલો. ઘરમાં કોઇ પણ જગ્યાએ ફૂલો સજાવી શકાય. ઘરમાં ફૂલો લાવવા માટે કોઈ ખાસ કારણની જરૂર નથી.

જો કે ઉનાળામાં તો રોજ જ ફૂલોથી ઘર મહેકાવી શકાય. એક કાચના ટ્રાન્સપરન્ટ વાઝમાં રજનીગંધાની લાંબી દાંડીઓ રાખો અથવા સફેદ ગુલાબ ગોઠવો. આ ફૂલો ખરેખર ખૂબ શકુન આપશે અને ઘરને મળતો આકર્ષક લુક નફામાં. વાઝની જગ્યાએ તમે કાચનું કે માટીનું બેઠું વાસણ પણ વાપરી શકો છો જેમાં પાણી ભરીને ફૂલો તરતાં મૂકી શકાય. સફેદ કલરનાં બધા જ પ્રકારનાં ફૂલો આ સીઝનમાં સજાવવા માટે બેસ્ટ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન