Friday and 13th date is this day is really dangerous
  • Home
  • Astrology
  • જાણો શા માટે શુક્રવાર અને 13 તારીખ સાથે આવે ત્યારે લોકો થરથર કાંપે છે !

જાણો શા માટે શુક્રવાર અને 13 તારીખ સાથે આવે ત્યારે લોકો થરથર કાંપે છે !

 | 2:00 pm IST

આજે 13 સપ્ટેમ્બર અને શુક્રવાર અને 13 તારીખ પણ છે. સદીઓથી દુનિયાભરમાં આ દિવસને અશુભ માનવામાં આવે છે. આને લઈને જાત જતની અને ભાતભાતની માન્યતાઓ પ્રચલિત છે. કેટલાક લોકો આને અંધવિશ્વાસ પણ કહે છે તો કેટલાક માત્ર મિથક માને છે, વિદેશોમાં તો આ દિવસથી લોકો ખુબજ ડરે છે અને આ દિવસે ઘરની બહાર પણ નીકળતા ડરે છે. આપણે ત્યાં પણ આજે પણ 13 નંબરને અપશુકનિયાળ માનવામાં આવે છે. આ માટે હોટલમાં પણ લોકો 13 નંબરના રૂમથી દુર જ રહે છે અને 13 નંબરનું મકાન આજે પણ લોકો ખરીદતા નથી.

યૂરોપમાં 13 તારીખે જો શુક્રવાર આવે તો તેને ખુબજ અશુભ માનવામાં આવે છે. જો કે આપણા હિન્દુધર્મમાં 13 તારીખને એટલી ખરાબ નથી ગણાવવામાં આવતી. ગ્રીસ માન્યતાઓ અનુસાર શુક્રવાર અને 13 તારીખને ખરાબ નથી માનવામાં આવતી. યૂરોપ અને અમેરિકામાં 13 નંહરને લઈને એટલો બધો અંધવિશ્વાસ છે કે તેનો તમે કદાચ અંદાજ પણ નહી લગાવી શકો. ફ્રાઈડે ધ થર્ટિન એટલેકે 13 તારીખને અપશુકન સાથે જોડીને જોવામાં આવે છે.

શા માટે 13 તારીખ અને શુક્રવાર આટલો અશુભ?
વાત જાણે એમ છે કે 12 નંબર એક પૂર્ણાંક નંબર હોય છે. 12 મહીનામાં, ઘડિયાળમાં 12 કલાક, 12 રાશિઓ હોય છે 13 નંબરને સંતુલનની કમીનો નંબર માનવામાં આવે છે. આજ કારણે આને અશુભ માનવામાં આવે છે. શુક્રવારને લઈને કહેવામાં આવે છે જીસસને આ જ દિવસે ફાંસી પર લગાવવામાં આવ્યા હતા. જેના કારણે આ તારીખને દુર્ભાગ્ય લાવનાર માનવામાં આવે છે. અશુભ માનીને લોકો ઘરની બહાર નથી નીકળતા.

13 નંબરથી દૂર ભાગે છે લોકો
કેટલીક હોટલોમાં તો 13 નંબરનો રૂમ જ હોતો નથી. હવાઈ મુસાફરી દરમિયાન 13મી લાઈનમાં બેસતા ડરે છે. ફ્લાઈટથી મુસાફરી કરનાર 13 આંકડાથી ભાગે છે. યૂરોપમાં આ દિવસે ફ્લાઈટમાં મુસાફરી નથી કરતા એટલે આ દિવસે હવાઈ સફર સસ્તુ હોય છે.

13 નંબર સાથે હિન્દુ માન્યતાઓ
કોઈ પણ મહિનાની 13 તારીખે હિન્દૂધર્મમાં મહત્વની માનવામાં આવે છે. હિન્દૂ કેલેન્ડર અનુસાર 13મો દિવસ ત્રયોદશી કહેવાય છે જે ભગવાન શિવને અર્પિત છે. આ દિવસે પ્રદોષ વ્રત કરવાથી ફાયદો થાય છે. ભગવાન શિવને સમર્પિત પ્રદોષ વ્રત 13માં દિવસે આવે છે. મહાશિવરાત્રિ પણ માગશર મહિનામાં 13મી રાત્રીએ મનાવવામાં આવે છે.

થાઈમાં 13 એપ્રીલે નવું વર્ષ ઉજવાય છે. પ્રાચીન ગ્રીસમાં પૌરાણિક માન્યતાઓ અનુસાર જીસસ ભગવાનને તેરમા શક્તિશાળી પરમેશ્વર માનવામાં આવે છે. 13 નંબર ઇમાનદાર શક્તિશાળી અને પવિત્રતાનું પ્રતિક માનવામાં આવે છે. 13 નંબર સમગ્રતા સમાપન અને પ્રાપ્તિનું પ્રતિક હોય છે.

આ દિવસને અપશુકનિયાળ માનવા પાછળ પણ કારણ છે કેમકે 13 ઓક્ટોબરે 1307માં ફ્રાંસમાં મોટી દુર્ઘટના થઈ હતી. આ દિવસે શુક્રવાર હતો. બ્રિટિશમાં તો એક મેડિકલ જર્નલ દ્વારા રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો એમા જણાવાયુ કે 13 તારીખ અને શુક્રવારે વધારેમાં વધારે દુર્ઘટનાઓ થાય છે જો કે આની કોઈ પુષ્ટી થઈ નથી.

આ Video જુઓ: જાણો જીવનના અંતિમ તબક્કામાં કેવી રીતે ગણેશકૃપાથી મોક્ષનો લક્ષ્ય હાંસલ કરી શકાય

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન