Friday and Valentines Day special tips according to astrology
  • Home
  • Astrology
  • શુક્રવાર અને વેલેન્ટાઇન ડે બની જશે ખાસ, શુભ ફળ મેળવવા કરી લો બસ આ ઉપાય

શુક્રવાર અને વેલેન્ટાઇન ડે બની જશે ખાસ, શુભ ફળ મેળવવા કરી લો બસ આ ઉપાય

 | 11:38 am IST

શુક્રવારનો દિવસ માં લક્ષ્મીનો દિવસ કહેવાય છે. શુક્રવારે લક્ષ્મીજીની વિશેષ પૂજા અર્ચના કરવાથી મંગળ ફળની પ્રાપ્તિ થાય છે. શુક્રવારે કરવામાં આવેલી આરાધનાથી તમામ સંકટ દૂર થાય છે. આજે આપણે જાણીએ શુક્રવારે કરવાના વિશેષ ઉપાય.

આ પણ વાંચો: કેમ કૃષ્ણા સાથે જોડાયો હંમેશા વિવાદ?, દ્રૌપદીના જીવનનાં આ રહસ્ય જાણીને ચોંકી જશો

ગમે તેવું દેવુ હોય છુટકારો મળશે
શુક્રવારના દિવસે સફેદ વસ્ત્ર ધારણ કરવાથી ગમે તેવા દેવાથી છુટકારો મળે છે. લક્ષ્મીજીની સામે શ્રીસુક્તનો પાઠ કરવાથી અને તેમને કમળનું ફૂલ અર્પણ કરવાથી વિશેષ ફળની પ્રાપ્તી થાય છે. શુક્રવારના દિવસે પીળા કપડામાં કોડી અને કેસરના પાંચ તાંતણા, એક ચાંદીનો સિક્કો બાંધીને તમારી તિજોરીમાં રાખી દો. આનાથી ગમે તેવું દેવુ હશે છુટકારો મળી જશે.

પતિ-પત્ની કરે આ ઉપાય
પતિ-પત્નીમાં તણાવ રહેતો હોય તો શુક્રવારના દિવસે સાથે બેસીને માતા લક્ષ્મીજીનું ધ્યાન કરી પૂજા અર્ચના કરવી જોઈએ. શુક્રવારે કીડીયારૂ પુરૂ ગરીબ બાળકોને ઘરે બેસીને જમાડો. જમવામાં ખીર અને પુરીનો પ્રસાદ રાખો. બાળકો જમ્યા પછી જ ઘરના લોકો પ્રસાદ ગ્રહણ કરે. આવું કરશો દામ્પત્ય જીવનમાં મિઠાશ રહેશે.

સૌભાગ્ય પ્રાપ્ત કરવા કરો આ ઉપાય
શુક્રવારના દિવસે લક્ષ્મીજીને શંખ, કોડી અને પતાશા અર્પણ કરવા. શુક્રવારે માતા લક્ષ્મીજીની પૂજા કરવાથી સંપત્તિ અને સંતાન પ્રાપ્તિ થાય છે. લક્ષ્મીમાતા સૌભાગ્યની સાથે દરેક મનોકામના પૂર્ણ કરે છે.

આ વીડિયો જુઓ: દર્શન કરો રાજકોટમાં આવેલ રાધા નીલમાધવ મંદિરના

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન