ફ્રેન્ડશિપ ડે : બોલિવૂડના યાદગાર ફ્રેન્ડ્ઝ અને તેમનું બોન્ડિંગ - Sandesh
  • Home
  • Supplements
  • City Life
  • ફ્રેન્ડશિપ ડે : બોલિવૂડના યાદગાર ફ્રેન્ડ્ઝ અને તેમનું બોન્ડિંગ

ફ્રેન્ડશિપ ડે : બોલિવૂડના યાદગાર ફ્રેન્ડ્ઝ અને તેમનું બોન્ડિંગ

 | 4:15 am IST
  • Share

મુંબઇ :

બોલિવૂડમાં ફ્રેન્ડશિપએ મોસ્ટ કોમન અને પોપ્યુલર ઇમોશન્સ છે. જેમાં ફ્રેન્ડશિપ પરની અમુક ફિલ્મોમાં દોસ્તીના યાદગાર પાત્રો અને તેમની વચ્ચે રહેલાં બોન્ડિંગ આજે પણ ચાહકોના દિલોદિમાગમાં અકબંધ છે. તેમાં શોલેના જય વીરુથી લઇને દિલ ચાહતા હૈ સુધીની ફિલ્મોનો સમાવેશ થાય છે. બોલિવૂડમાં ફ્રેન્ડશિપને દર્શાવતી આ ફિલ્મોને જોતી વખતે આપણે પણ ફ્રેન્ડ્ઝ સાથે વીતાવેલી ક્ષણોને તાજી કરી લઇએ છીએ. આ ફ્રેન્ડશિપડે પર આવા જ કેટલાક સ્ટ્રોંગ બોન્ડિંગ ધરાવતાં ફ્રેન્ડ્ઝ વિશે…

બજરંગી ભાઇજાનમાં ચાંદ નવાબ અને પાવન

ભારત અને પાકિસ્તાનમાં રહેલી કટ્ટરતાને કારણે ભારતીય સિનેમામાં પાકિસ્તાનને દુશ્મન દેશ ગણાવીને ઘણીવાર નકારાત્મક અસર દર્શાવવામાં આવે છે. પરંતુ આ ફિલ્મમાં મુન્નીને બચાવવા માટે સલમાન ખાન પાવનના પાત્ર તરીકે જ્યારે પાકિસ્તાન જાય છે ત્યારે ત્યાંનો પત્રકાર નવાઝુદીન નવાબચંદ બનીને મદદે આવે છે. અને ખરેખર મિત્રતા નિભાવે છે.

મનુ એન્ડ પપ્પીજી ઇન તનુ વેડ્સ મનુ

લંડન રિટર્ન મનુ (આર માધવન) અને ટિપિકલ દિલ્હી છોકરા તરીકે પપી (દીપક દોબરિયાલ)ની મિત્રતા દોસ્તીની સાચી પરિભાષા લમજાવે છે. જેમાં બે ડિફરન્ટ માઇન્ડસેટ ધરાવતા આ ફ્રેન્ડ્ઝ વચ્ચે લોહીના સંબંધો કરતાં પણ વધારે બોન્ડિંગ જોવા મળ્યું હતું. તેમાં પણ તનુ વેડ્સ મનુ રિટર્ન્સની સિક્વલમાં જ્યારે માધવન હરિયાણી છોકરી દત્તોના પ્રેમમાં પડે છે ત્યારે અસમંજસ ભરેલી આ પરિસ્થિતિમાં પણ  પપ્પીના પાત્ર તરીકે તે મનુના પક્ષમાં ઊભો રહે છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો