NIFTY 10,167.45 +71.05  |  SENSEX 32,432.69 +250.47  |  USD 64.9275 -0.15
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતઃ પ્રેમમાં આડખીલીરૂપ મિત્રને પથ્થરથી માથું છૂંદી મિત્રએ જ પતાવી દીધો

સુરતઃ પ્રેમમાં આડખીલીરૂપ મિત્રને પથ્થરથી માથું છૂંદી મિત્રએ જ પતાવી દીધો

 | 4:18 pm IST

પખવાડિયા પહેલાં ડુમસની ઝાડીમાંથી યુવકની હત્યા કરી ફેંકી દેવાયેલી લાશ મળી આવી હતી. સુરતના ડુમસ પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી નાંખી મૃતકના મિત્રની જ હત્યાના ગુનામાં ધરપકડ કરીહતી. પ્રેમસંબંધમાં આડખીલીરૃપ મિત્ર અનેક ઠેકાણે અપમાનિત પણ કરતો હતો. જેનો બદલો લેવા હત્યાનું કાવતરૃં ઘડી કાઢી ડુમસ દારૃ પીવાના બહાને લઇ જઇ પથ્થરની માથું છૂંદી નાંખી મિત્રને મોતને ઘાટ ઉતારી દેવાયો હતો. પોલીસે હત્યારા યોગેશ સુવાગિયાની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ગત તા.૨૬મી સપ્ટેમ્બરના રોજ સાંજના સુમારે ડુમસ દરિયાકિનારે જવાના રસ્તા પર ત્રણ રસ્તા પાસે બાવળની ઝાડીમાંથી એક લાશ મળી આવી હતી. ડુમસ પોલીસે લાશનો કબ્જો લઇ પીએમ માટે સિવિલ ખસેડી હતી. પીએમ કરનારા ડોક્ટરોએ માથામાં પ્રહાર કરાતા મોત થયું હોવાનો અભિપ્રાય આપતા પોલીસે આ કેસમાં હત્યાનો ગુનો નોંધ્યો હતો. ગંભીર આ બનાવમાં મૃતકની ઓળખ પ્રાયોરિટી હોય પોલીસે તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આખરે મૃતકની ઓળખ વિનોદ ભાણાભાઇ પરમાર (ઉ.વ.૪૦, મુળ રણુજાધામ સોસાયટી, પુણા-બોમ્બે માર્કેટ રોડ- મુળ આક્રોલવાડી, તાલાડા, ગિરસોમનાથ) તરીકે થઇ હતી. વરાછા પોલીસમાં મૃતકના ભાઇએ ગૂમ થવાની નોંધ પણ કરાવી હતી.

દરમિયાન ઓળખ થયા બાદ પોલીસે કરેલી તપાસમાં મૃતક વિનોદભાઇ ગત તા.૨૪મીના રોજ સવારે કામે ગયા હતા અને ત્યાંથી મિત્ર યોગેશ સુવાગિયા સાથે કારખાનેથી સવારે નીકળી ગયા હોવાનું બહાર આવ્યું હતુ. મોબાઇલ કોલ ડિટેઇલ્સમાં પણ બંનેના લોકેશન ડુમસના જણાઇ આવતા પોલીસે યોગેશ સુવાગિયાને ઊંચકી લીધો હતો અને કરેલી ઉલટતપાસમાં આ હત્યાનો ભેદ ઉકેલાય ગયો હતો.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિનોદભાઇના કારણે યોગેશનો પ્રેમસંબધ તૂટી ગયો હતો. આ ઉપરાંત, યોગેશ જ્યાં કામે બેસે ત્યાંના કારીગરો અને સંચાલકોને ચઢામણી કરી યોગેશને ઉછીના રૃપિયા આપવા નહિ એમ જણાવી વિનોદ અપમાનિત કરતો હતો. આમ, અલગ-અલગ કેસમાં આડખીલીરૃપ બની વિનોદ યોગેશને અપમાનિત કરતો હતો. જે મુદ્દે બંને વચ્ચે ઝઘડો પણ થયો હતો. જે ઝઘડા બાદ છેલ્લાં અઢી માસથી યોગેશ વારંવાર અપમાનિત કરતા વિનોદના મર્ડરનું પ્લાનિંગ કરતો હતો. જે મુજબ ઘટનાના ત્રણેક દિવસ પહેલાં વિનોદે સંબંધ સુધારી દીધા હતા અને સાથે જમ્યા પણ હતા. આ દરમિયાન ડુમસ ફરવા જવાનું અને ત્યાં દારૃ પીવાની લાલચ આપી યોગેશ મિત્ર વિનોદને ડુમસ લઇ ગયો હતો અને ત્યાં પથ્થરની માછું છૂંદી નાંખી હત્યા કરી દીધી હતી. ડુમસ પોલીસે હત્યારા રત્નકલાકાર યોગેશ મનસુખ સુવાગિયા (ઉ.વ.૨૬, રહે- ભરત એપાર્ટમેન્ટ, કાપોદ્રા- મુળ વિસાવદર, જુનાગઢ)ની ધરપકડ કરી હતી.