Friendship Day According To Zodiac Sign Know About Good Friend
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astro
  • આ ચાર રાશિના જાતકોની દોસ્તી હોય છે અતૂટ, જીવનભર આપે એક બીજાનો સાથ

આ ચાર રાશિના જાતકોની દોસ્તી હોય છે અતૂટ, જીવનભર આપે એક બીજાનો સાથ

 | 8:59 am IST
  • Share

આપણે ત્યાં કહેવત છે કે મિત્ર એવો શોધિયે જે ઢાલ સરીખો હોય સુખમાં પાછળ ઉભો રહે દુખમાં આગળ હોય. એટલેકે જ્યારે જીવનમાં કોઈ મુશ્કેલી આવે તેમને કહેવું નથી પડતુ પહેલા જ દોડીને આવી ઉભો રહે છે. આવતી કાલે એટલે કે4 ઓગસ્ટે ફ્રેન્ડશિપ ડે હોવાથી ખાસ આ અવસર પર મિત્રતા દર્શાવવા અને તેને સરપ્રાઈઝ આપવાનો અનોખો દિવસ.

આપણે ત્યાં વર્ષોથી દોસ્તીના ઉદાહરણ આપવામાં આવે છે જેમાં કૃષ્ણ અને સુદામાની દોસ્તી આજે પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. જેના જીવનમાં સાચો મિત્ર હોય તેમને જીવનમાં ક્યારેય કોઈ તકલીફ રહેતી નથી. આજે આપણે જાણીશું રાશિ અનુસાર કઈ રાશિ સાથે દોસ્તી કરવાથી ચમકી જશે તમારી કિસ્મત.

મેષ રાશિ
મેષ રાશિના લોકો ખુબજ ઈમાનદારીથી અને દિલથી પોતાની દોસ્તી નિભાવે છે. આ લોકો તકરાર થયા પછી પણ દોસ્તી જાળવી રાખે છે. સાથે પોતાની દોસ્તીને જીવનભર નિભાવે છે.

તુલા રાશિ
આ લોકો વધારે લોકો સાથે મિત્રતા કેળવી નથી શકતા. ભલે ઓછા મિત્રો હોય પણ જેમની સાથે દોસ્તી કરે નિભાવે જ છે. સંકટ સમયે હંમેશા પહેલો દોડી આવે છે.

ધનુ રાશિ
આ રાશિના જાતકો ખુબજ ખુશમિજાજના હોય છે. આ જાતકોની સાથે રહેનાર ક્યારેય કોઈ દુખી થતુ નથી. તેઓ સામે વાળાની લાગણીને ખુબજ ઉંડાણથી સમજી શકે છે.

કર્ક રાશિ
આ રાશિના લોકો ખુબજ સારા દોસ્ત બની શકે છે. તેમનો સ્વભાવ બીજા લોકો કરતા અલગ હોય છે. જો કે તેમની અંદર એક કમી રહેલી હોય છે તે પોતાની લાગણી વ્યક્ત નથી કરતા. આમ છતાં તેમની દોસ્તી ખુબજ પાકી હોય છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો