ફ્રેન્ડશિપ ડેને યાદગાર બનાવવા યંગસ્ટર્સ આપી રહ્યાં છે હેન્ડમેડ અને ટ્રેન્ડી ગિફ્ટ્સ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • City Life
  • ફ્રેન્ડશિપ ડેને યાદગાર બનાવવા યંગસ્ટર્સ આપી રહ્યાં છે હેન્ડમેડ અને ટ્રેન્ડી ગિફ્ટ્સ

ફ્રેન્ડશિપ ડેને યાદગાર બનાવવા યંગસ્ટર્સ આપી રહ્યાં છે હેન્ડમેડ અને ટ્રેન્ડી ગિફ્ટ્સ

 | 2:54 am IST
  • Share

ફ્રેન્ડશિપ ડે આજની જનરેશન માટે કોઈ ફેસ્ટિવલથી ઓછો દિવસ નથી હોતો. ફ્રેન્ડ્ઝ સાથે વિતાવેલા દરેક ક્ષણ અનેરા અને અકલ્પનીય હોય છે. ફ્રેન્ડ્ઝના કડવા વહેણ પણ મીઠાઈના ડબ્બા જેવા લાગે છે, એ ખબા ઉપર હાથ મૂકે અને દુઃખ ચપટી વગાડી દૂર ભાગી જાય, એના જેવું કોઈ હળવું નહીં એના જેવું કોઈ માથાભારે નહીં, ફ્રેન્ડ્ઝ વિશે લખવા બેસીએ તો દિવસોનાં દિવસો પણ ઓછા પડે, ફ્રેન્ડ્ઝ એટલે એક એવી વ્યક્તિ જેનાથી કઈં છૂપું રહી શકતું નહીં. દરેકની લાઈફમાં બહુ નહીં તો એક તો એવા મિત્ર હોય જેની સામે એ મન મૂકીને હસી શકાય કે રડી શકાય. જીવનમાં ફ્રેન્ડ્ઝ હોય તો એકલતા પણ મહેફિલમાં ફેરવાઈ જાય છે. ત્યારે ફ્રન્ડશિપ ડેના સ્પેશિયલ ઓકેઝન પર કેટલીક એવી ગિફ્ટ જે આજે યંગસ્ટર્સ પોતાના બેસ્ટીને આપી ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરી રહ્યાં છે ઘણાં ફ્રેન્ડ્સ એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકાય તે અર્થે લોન્ગ ડ્રાઈવ ટ્રીપ પણ અરેન્જ કરી રહ્યાં છે.

લાઈફ ટાઈમ મેમરી માટે ટેટુ કરાવ્યાં

આજ કાલ યંગસ્ટર્સમાં ટેટુ હોટ ફેવરિટ છે પોતાના બેસ્ટ ફ્રેન્ડને લાઈફ ટાઈમ માટે ગિફ્ટ આપવા માટે ટેટુ બેસ્ટ મનાય છે. જેમાં એક બીજાના નામ, કિંગ, ક્વીન, સન-મૂન, એફિલ ટાવર, એક બીજાના થંબ પ્રિન્ટ, એકબીજાના નામના ખાસ ટેટુ કરાવી રહ્યાં છીએ. મેં મારા પગ પર કિંગ અને ક્વિનનો ટેટુ કરાવ્યો છે. જે કાયમ માટે યાદગાર રહેશે.

  • ક્રિષ્ના ઉપાધ્યાય

પહેલીવાર મારા હાથથી બનાવેલા લેમ્પબોટલ ગિફ્ટ આપીશ  

હેન્ડ મેડ લેમ્પ બોટલ આમ તો માર્કેટમાં ઘણી બધા લેમ્પ તૈયાર મળતા હોય છે. પરંતુ હાથથી બનાવેલા અને અને એ પણ પોતાનાબેસ્ટ ફ્રેન્ડ માટે એની મજા કઈજ ઓર હોય છે.લાસ્ટ ઈયર મેં મારા ફ્રેન્ડને બ્રેસલેટ ગિફ્ટ કરી હતી,જ્યારે આ વખતે હું એને હેન્ડ મેડ બોટલ ગિફ્ટ કરીશ જેને નાના લેમ્પથી ડેકોરેટ કરવામાં આવેલ છે, સાથે જ એક્રેલિક કલર વડે એના ફ્રેન્ડના નામ પણ લખાવી શકાય છે.

  • રાધિકા વ્યાસ પટેલ

નાનપણની યોદો તાજા કરવા ક્રિએટિવ આલબમ બનાવ્યો  

દર વર્ષે ટ્રેન્ડ પ્રમાણે ગિફ્ટ પણ ચેન્જ થતી હોય છે, લાસ્ટ યર મેં મારા બેસ્ટ ફ્રેન્ડને સ્લિંગ બેગ, બુકે ગિફ્ટ આપ્યો હતો આ વખતે આલ્બમ આપીશ જે મેં મારા હાથથી બનાવેલા છે, જેમાં અમારી નાનપણથી માંડી અત્યાર સુધીના તમામ ફોન્ડ મેમરીઝ અને ફોટો નાંખી ચાઈલ્ડહૂડની યાદો તાજા કરવા માંગીએ છીએ. એ મારા માટે અને મારા ફ્રેન્ડઝ માટે એટલુંજ એક્સાઈટિંગ રહેશે.

  • પ્રેક્ષા શાહ

ફ્રેન્ડશિપ ડે પર યુનિક બેલ્ટ તૈયાર કર્યા 

ફ્રેન્ડશિપ ડે પર યંગસ્ટર્સ કંઈકને કંઈક યુનિક વસ્તુઓ તૈયાર કરીને પોતાના ફ્રેન્ડ્સને સરપ્રાઈઝ ગિફ્ટ તેમજ અવનવા બેલ્ટ આપતા હોય છે. જેમા દર વખતે ફ્રેન્ડશિપ ડે પર વિવિધ ટ્રેન્ડી આઈટ્મસ, ગિફ્ટ, બેલ્ટસ, ચોકલેટ્સ, કાર્ડસ, ક્રિએટિવ બોટલ્સ, આર્ટિકલ શોપમાં જોવા મળતી હોય છે. જેમા સિટીની શિલ્પા ભટ્ટે ફ્રેન્ડશિપ બેલ્ટમાંજ ચોકલેટ્સ મુકીને એક યુનિક બેલ્ટ તૈયાર કર્યો છે. આ પ્રકારના બેલ્ટ અંગે શિલ્પા ભટ્ટ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, ફ્રેન્ડશિપ ડે પર ફ્રેન્ડ્સ બેલ્ટની સાથે સાથે પોતાના ફ્રેન્ડ્સને ચોકલેટ્સ આપવાની પરંપરા હોય છે. જેથી આ વખતે બેલ્ટ પર જ ચોકલેટ્સ મુકીને એક યુનિક બેલ્ટ તૈયાર કર્યું છે. જેમા વિવિધ કાર્ટૂન કેરેકટર્સ ધરાવતા ચોકલેટ્સ તેમજ અવનવી ક્રિએટિવ ડિઝાઈન બનાવીને ફ્રેન્ડશિપ બેલ્ટ તૈયાર કર્યો છે જેથી ફ્રેન્ડ્સ માત્ર બેલ્ટ આપીને ફ્રેન્ડશિપ ડે સેલિબ્રેટ કરી શકશે.

ફ્રેન્ડ્સ સાથે વન ડે પોલો ફોરેસ્ટની ટ્રીપ

ફ્રેન્ડશિપ ડે પર ફ્રેન્ડ સાથે હરવા ફરવાનો સમય મળે તો તેનાથી વિશેષ શું હોઈ શકે. અમે બધા ફ્રેન્ડ્સ જોડે કામ કરીએ છીએ પણ કામની વ્યસ્તતા વચ્ચે અમે ક્યારેય એકસાથે ફરવા નથી જઈ શકતા. પણ આ વખતે ફ્રેન્ડશિપ ડે પર બધા ફ્રેન્ડ્સે અગાઉથી નક્કી કર્યું હતું કે અમે બધા મળીને પોલો ફોરેસ્ટની વન ડે ટ્રીપ કરીશું ત્યાં સવારે જઈશું અને રાત્રે કેમ્પફાયર કરીને બીજા દિવસે સવારે બેક ટુ વર્ક જોડાઈ જઈશું. આમ તો અમે બધા રોજ જોડે જ હોઈએ છીએ અને રોજ અવનવી ધીંગામસ્તીઓ કરતા હોઈએ છીએ પણ પોલો ફોરેસ્ટ જવાનો મુખ્ય ઉદ્દેશ હાલની મોન્સૂન સિઝન છે, ભલે વરસાદ થોડા સમયથી વિરામ લઈને બેઠો છે પણ પોલો ફોરેસ્ટમાં ઝરણાંઓની વચ્ચે કુદરતનાં ખોળામાં ફ્રેન્ડ્સની સાથે મસ્તી કરવા મળે તેનાથી વિશેષ કોઈ લહાવો હોઈજ ના શકે. ફ્રેન્ડશિપ ડે તો ફક્ત નિમિત બની ગયો છે પણ ફ્રેન્ડ્સ સાથે તો દરેક પણ ફ્રેન્ડશિપ ડે જેવી બની જતી હોય છે અને મારા આ ફ્રેન્ડ્સ સાથે હું દિવસનાં ૧૫ કલાકથી પણ વધારે પસાર કરું છું.

  • દીપક રાજપુરોહિત

ફ્રેન્ડને એવેન્જર્સ કેરેક્ટરના બેટમેનનો હેન્ડમેડ લોગો ગિફ્ટ કરીશ

મારા ફ્રેન્ડ્સની દરેક હેબિટથી હું વાકેફ રહું છું અને તેમના બર્થ ડે પર તેમને મનગમતા ગીફ્ટ આપતો હોઉ છું. મારો એક ફ્રેન્ડ હોલિવૂડની ફિલ્મ એવેન્જર્સ સિરીઝનો ખૂબ મોટો ફેન છે તેની પાસે એવેન્જર્સનાં દરેક કેરેક્ટરની નાની મોટી ઘણી બધી વસ્તુઓ છે અને તેને એવેન્જર્સની વસ્તુઓ કલેક્ટ કરવાનો પણ શોખ છે. આ વખતે તેને મે એવેન્જર્સનાં કેરેક્ટર બેટમેન કે જે તેને ખૂબ વધારે પસંદ છે અને બેટમેનનો લોગો મે મોટી સાઈઝમાં જાતે તૈયાર કર્યો છે. આ ફ્રેન્ડશિપ ગીફ્ટ જોઈને તેનું રિએક્શન કેવું હશે તે જોવાનું બાકી છે. –                હસમુખ ચૌધરી

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો