Friendship Day Special: 4 Friends making a song dedicated to Friendship
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • ફ્રેન્ડશીપ ડે: સ્લમ બાળકો સાથે સ્ટુડન્ટે કરી ઉજવણી, તો ક્યાંક મિત્રોએ બનાવ્યું દોસ્તી પર અનોખું ગીત

ફ્રેન્ડશીપ ડે: સ્લમ બાળકો સાથે સ્ટુડન્ટે કરી ઉજવણી, તો ક્યાંક મિત્રોએ બનાવ્યું દોસ્તી પર અનોખું ગીત

 | 7:52 pm IST
  • Share

મિત્રતા દરેકના જીવનમાં જરૂરી છે, ત્યારે તેની ઉજવણી કરવાનો એક દિવસ એટલે ફ્રેન્ડશિપ ડે. ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર એટલે કે ફ્રેન્ડશીપ ડે. મિત્રોની સાથે ઉજવણી કરવાનો અનોખો દિવસ છે. આજના દિવસે મિત્રો એક બીજાને ફ્રેન્ડશીપ બેલ્ડ બાંધે છે, ગિફ્ટ અને ફ્લાવર આપે છે અને ચોકલેટથી મોઢુ મીઠુ કરાવે છે.

ફ્રેન્ડશિપ ડે ના રોજ લોકો પોતાના મિત્રો સાથે મળીને દિવસની ઉજવણી કરે છે ત્યારે નારાયણ ગૃહના સ્ટુડન્ટસ દ્વારા સ્લમ બાળકોની સાથે આજના દિવસની ઉજવણી કરવામાં આવી. સ્લમ બાળકોની વાત આવે કે જેઓ આ દિવસનુ મહત્વ જાણતા નથી, જાણતા હોય તો તેને ઉજવી શકે તેવી સ્થિતી ન હોવાથી નારાયણગૃહના કોલેજના સ્ટુડન્ટસ દ્વારા ગરીબ બાળકો સાથે કેક કટ કરીને તેમને બેલ્ટ બાંધીને ઉજવણી કરવામાં આવી.

ઉપરાંત આ 5 લોકોના ગ્રુપે દોસ્તી પર ગીત લખ્યું અને ત્યાર બાદ તેને જાતે જ સંગીત આપીને તૈયાર કર્યુ છે. આ ગીતને તૈયાર કરવામાં આ ગ્રુપ છેલ્લા 4 વર્ષથી લાગ્યું હતું. આ ગીતને ફ્રેન્ડશીપ ડેના દિવસે જ લોન્ચ કરવામાં આવશે. આ 5 લોકોનું ગ્રુપ જ નથી પરંતુ તેઓ ઘણા વર્ષોથી મિત્રો પણ છે અને તેમની મિત્રતામાં જ આ ગીત બન્યું છે. જે દરેક લોકો દ્વારા પોતાના બીજા મિત્રો કે જેઓ તેમનાથી દુર છે તેની યાદમાં બનાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો