હાર્દિક પંડ્યા સાથેના અફેર અંગે આ અભિનેત્રીએ તોડ્યું મૌન - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • Cricket
  • હાર્દિક પંડ્યા સાથેના અફેર અંગે આ અભિનેત્રીએ તોડ્યું મૌન

હાર્દિક પંડ્યા સાથેના અફેર અંગે આ અભિનેત્રીએ તોડ્યું મૌન

 | 1:52 pm IST

ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સાથેના અફેર અંગે અભિનેત્રી-મોડલ અલી અબરામે મૌન તોડ્યું છે અને કહ્યું છે કે અમે બંને સારા મિત્રો છીએ. એકબીજા સાથે અમારું નામ જોડાય તે સહજ છે. કારણ કે જ્યારે કોઈ ફેમસ થઈ જાય છે ત્યારે આવી વાતો થાય તે સામાન્ય છે.

એલીએ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પર્સનલ લાઈફ વિશે વાત કરું તો હું મારા અંગત જીવન અંગે પ્રોફેશનલી વાત કરતી નથી. કેટલીવાર કહું કે હાર્દિક સાથે મારે ફ્રેન્ડશિપ છે. આમછતાં લોકો એમ જ સમજે છે કે હું જુઠ્ઠુ બોલું છું.

આ અંગે હાસ્યાસ્પદ વાત કરતાં એલીએ જણાવ્યું હતું કે એકવાર હું મારા ભાઈ સાથે હોટલમાંથી જમી બહાર આવી હતી. બીજા દિવસે મારા ફોટા સાથે મારા ભાઈને મારો નવો બોયફ્ર્ન્ડ તરીકે દર્શાવવામાં આવ્યો હતો.