ડરામણા ભૂત હસાવવા કેમ લાગ્યા? - Sandesh

ડરામણા ભૂત હસાવવા કેમ લાગ્યા?

 | 12:50 am IST

ફિલ્મોગ્રાફ :- દિવ્યેશ વેકરીયા

ડરામણી ભૂત-ફિલ્મોમાં છેલ્લે ‘ઈટ’, ‘ધ કન્જરિંગ’ જેવી ફ્લ્મિો ખતરનાક ડરામણી બની છે, પરંતુ હવે હોરર ફ્લ્મિનો આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. આંતરરાષ્ટ્રીય ફ્લ્મિોથી લઈને પ્રાદેશિક ફ્લ્મિોમાં કોમેડી હોરરનો ક્રેઝ ઊભો થયો છે. ફ્લ્મિકારો માટે કાયમીની ચેલેન્જ રહી છે કે દર્શકોને મનોરંજનનો નવો રસથાળ શું પિરસવો? સમયનું વહેણ સરળતા તરફ્નું છે. કોઈપણ સ્ટાર્ટ અપ કરવા માટે હવે પહેલાં જેવો પરિશ્રમ કરવો નથી પડતો પણ તેને ટકાવી રાખવું પહેલાં જેવું સરળ નથી. હાથવગી સગવડતાઓ છે, પણ પરિણામમાં પરિવર્તિત કરાવવું એ કુનેહનું કામ છે. ફ્લ્મિનું ક્ષેત્ર પણ એવું જ છે.

એ કુનેહને ભારતીય ફ્લ્મિકારોએ કોમેડી હોરરમાં અજમાવી છે. કોમેડી હોરર હોલિવૂડમાંની વાત હવે જૂની પુરાણી થઈ ગઈ છે. કહીએ તો હોલિવૂડમાં તો આ પ્રયોગ વર્ષ ૧૯૨૦થી જ થવા લાગ્યો હતો. દિગ્દર્શક આલ્ફ્રેડ ગૌલ્ડિંગની ‘હોન્ટેડ સ્પૂક્સ’ ફ્લ્મિ હોરર જેનરની કોમેડી હતી. હોરર ફ્લ્મિો એટલે ડરના વાતાવરણમાં પ્રવેશ જ્યારે કોમેડી હોરર એટલે ખડખડાટ હાસ્યની વચ્ચે ડરામણી વાતો. ભારતમાં આ પ્રકારની ફ્લ્મિોનો ટ્રેન્ડ ગજબનાક હિટ જઈ રહ્યો છે. ખાસ કરીને દક્ષિણ પ્રાંતની ફ્લ્મિો. સાઉથ ફ્લ્મિોની સંખ્યા કોમેડી હોરરમાં વધવા લાગી છે. છેલ્લા વર્ષોમાં ‘કાંચના’, ‘કાશમોરા’, જેવી ઢગલાબંધ ફ્લ્મિોઔ બની છે.

હિન્દી સિનેમામાં આ ટ્રેન્ડ ધીમેધીમે હિટ થઈ રહ્યો છે. શ્રદ્ધા કપૂરની હાલમાં જ રજૂ થયેલી ‘સ્ત્રી’ ફ્લ્મિ આ જ પ્રકારની કેટેગરીની છે. બોક્સઓફ્સિ પર આ ફ્લ્મિ રૂપિયા રળવામાં સફ્ળ નીવડી છે અને દર્શકોને પણ જોવામાં મજા પડે છે. ફ્લ્મિનું દિગ્દર્શન અમર કૌશિકે કર્યું છે. ફ્લ્મિની વાર્તામાં કોઈ ધાડ મારી લેવા જેવી નથી પણ પરફ્ક્ટ ટાઈમિંગનો ખેલ પાર પાડવામાં આ ટોળકી સફ્ળ થઈ છે. હ્યુમર અને હોરરનું યુનિક કનેકશન ફ્લ્મિમાં જોવા મળ્યું છે.

આ પહેલાં એટલે કે ગયા વર્ષે રોહિત શેટ્ટીની આવેલી ‘ગોલમાલ અગેઈન’ પણ કોમેડી હોરર જ કહી શકાય. જો કે આ ફ્લ્મિને સુપરનેચરલ કોમેડીમાં ખપાવી હતી. જે અલ્ટિમેટલી આ જ જેનર છે. ધરખમ સ્ટાર કાસ્ટ અને ગોલમાલ ફ્રેન્ચાઈઝીના લીધે ‘ગોલમાલ અગેઈન’ ફ્લ્મિને સફ્ળતા સડસડાટ મળી હતી. અધુરામાં પૂરું દિવાળીની સીઝન હતી. એટલે ‘ગોલમાલ અગેઈન’ને સરળતાથી સફ્ળતા મળી ગઈ હતી.

જેમના નામે ભારતીય ફ્લ્મિનો ભવ્ય ઈતિહાસ લખાયો તે ‘દંગલ’ ફ્લ્મિના દિગ્દર્શક નિતિશ તિવારીએ ‘ભૂતનાથ રિટર્ન્સ’માં કોમેડીની સાથે બારિકાઈથી રાજકારણને જોડી દીધું હતું. ફ્લ્મિમાં હાસ્યની સાથે એક જમાવટ પાડી દે તેવી સ્ટોરી હતી. જો કે આ ફ્લ્મિનો પહેલો ભાગ ‘ભૂતનાથ’ ફુલ ઓન કોમેડી હોરર હતો. સલમાન ખાનની ‘હેલો બ્રધર’ ફ્લ્મિ પણ કંઈક હ્યુમર હોરર ટાઈપની જ ફ્લ્મિ હતી.

આ જ વર્ષે રજૂ થયેલી અભય દેઓલની ‘નાનુ કી જાન’ બોક્સઓફ્સિ પર પિટાઈ ગઈ હતી પણ હોરર કોમેડીની મસ્ત ફ્લ્મિ હતી. જો કે આ ફ્લ્મિ જેના પરથી રિમેક બની છે એ તમિલ ફ્લ્મિ ‘પિસાસુ’ બહેતરીન કોમિક હોરર ફ્લ્મિ છે.

અનુષ્કા શર્માએ ‘પરી’ ફ્લ્મિમાં ડરનો સામનો કર્યો હતો તો ‘ફ્લિૌરી’ ફ્લ્મિમાં ફ્ન્ટસી ઊભી કરી હતી. હવે ડરામણી ફ્લ્મિ બનાવવાનો ક્રેઝ ઘટી ગયો છે. રામગોપાલ વર્મા અને વિક્રમ ભટ્ટે ભૂતોની દુનિયામાં ખૂબ રખડપટ્ટી કરી છે અને હોરર ફ્લ્મિો બનાવી છે.

ડરની દુનિયામાં દર્શકોને જકડી રાખવા માટે સુપરપાવર સ્ટોરીની જરૂર પડે છે. હોલિવૂડમાં વર્ષે દહાડે બે ત્રણ આવી ફ્લ્મિો હજી પણ આવે છે. પરંતુ જે ‘ધ એક્ઝોરસિસ્ટ’ ફ્લ્મિમાં રાડ ફટી જતી હવે એ બહુ ઓછું બને છે.

એટલે જ ફ્લ્મિકારોએ હોરર કેટેગરીમાં હ્યુમરનો સંયોગ કરાવીને દર્શકોને મજા મજા થાય તેવી ફ્લ્મિ બનાવવાનો ટ્રેન્ડ સ્ટાર્ટ કરી દીધો છે. ભૂત ડરામણાં જ હોય તેવી વ્યાખ્યા ફ્લ્મિોમાં બદલાવવા લાગી છે. હવે પરિવાર સાથે ભૂતની ફ્લ્મિો જોવા દર્શકો તૈયાર થઈ ગયા છે કારણ કે ફ્લ્મિમાં હોરર કરતાં કોમેડી વધુ હોય છે.

[email protected]