'ફ્રિન્જ ફેશન' - Sandesh

‘ફ્રિન્જ ફેશન’

 | 4:57 am IST

ટ્રેન્ડ : ઔશિવાની ઠક્કર

દોસ્ત, તમે કદાચ નોટિસ કર્યું હશે કે હાલના યંગ ડિઝાઈનર્સ પહેલાના યુગની ટ્રેન્ડી ફેશનને ફરીથી જીવંત કરી રહ્યા છે. તેમાંની એક છે ‘ફ્રિન્જ ફેશન’. ૭૦ના દાયકાની એ ફેશન નવાં રંગ-રૂપ સાથે માર્કેટમાં ધૂમ મચાવી રહી છે. ટ્રેન્ડી ડ્રેસિંગ સાથે સોફેસ્ટિકેટેડ અને ક્લાસી લૂક જોઈતો હોય તો ફ્રિન્જ ફેશન એ બેસ્ટ ઓપ્શન છે. ફ્રિન્જ ફેશન ભલે વર્ષો જૂની છે પણ સમયના બદલાવ સાથે સતત પરિવર્તન પામતી તે આજે પણ જીવંત છે. ફ્રિન્જના લીધે કોઈ પણ ડ્રેસને એકદમ હટકે લૂક મળે છે.

ફ્રિન્જ ફેશનના જેકેટ, શ્રગ, સ્કર્ટ, વનપીસ માનૂનીઓમાં ખૂબ પ્રચલિત છે. આજના સમયમાં મુખ્યત્વે તો પાર્ટીવેર તરીકે ફ્રિન્જ ડ્રેસીસની બોલબાલા છે. પણ તેમાં જો રંગો અને પેટર્નની પસંદગી ધ્યાનથી કરવામાં આવે તો એક જ ડ્રેસને ઓફિસ તથા પાર્ટી બંને જગ્યાએ પહેરી શકાય! આઉટિંગ પર જતી વખતે ફ્રિન્જ ડ્રેસ એક સારી ચોઈસ બની રહેશે. ફ્રિન્જ સ્કર્ટની સાથે શર્ટ કે ટોપ સિમ્પલ હશે તો વધુ ઉઠશે. જો ફ્રિન્જ વનપીસ પહેરવો હોય તો તેમાં પ્રસંગ મુજબ ફેબ્રિક તથા રંગોની પસંદગી કરી શકો છો. લૂકમાં ફેમિનાઇન ટચ ઉમેરવા સિમ્પલ બેઝ કલરના ફ્રિન્જ ડ્રેસની પસંદગી કરી શકો છો.તો આપ પણ અપનાવો, લાવણ્ય અને નીડરતાના સમન્વય જેવો આ રેટ્રો-ઈન્સ્પાયર્ડ ટ્રેન્ડ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન