frog Harassment by Man video goes viral on social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • આ દેડકાએ તો ભારે કરી, પજવણી કરતા શખ્સને ભણાવ્યો એવો પાઠ કે…Video જોઈ હસી નહીં રોકાય

આ દેડકાએ તો ભારે કરી, પજવણી કરતા શખ્સને ભણાવ્યો એવો પાઠ કે…Video જોઈ હસી નહીં રોકાય

 | 3:07 pm IST

લોકડાઉનમાં લોકો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વધુ એક્ટિવ રહેવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર દૈનિક ધોરણે અલગ અલગ વીડિયો વાયરલ થતા હોય છે. જેમાં કેટલાક વીડિયો ચોંકાવનારા હોય છે. ત્યારે કેટલાક વીડિયો લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જોઈ તમને પણ હસવું આવશે.

જી હાં, આ વીડિયો છે દેડકાનો. જેમાં એક શખ્સ મોબાઇલમાં કિડીઓની એક ગેમ શરૂ કરી દેડકાની સામે રાખે છે અને દેડકો કિડીઓને જોઈ ખાવાની કોશિશ કરે છે અને મૂર્ખ બને છે. શખ્સ આ રીતે દેડકાની મજાક કરે છે. પરંતુ શખ્સને આ મજાક અંતે ભારે પડે છે. કારણ કે જ્યારે ગેમ ઓવર થાય ત્યારે શખ્સ મોબાઇલ પર અંગૂઠો મૂકે તો દેકડો તેને પણ ખાવાની કોશિશ કરે છે અને મોઢામાં પકડી લે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત રીતે વાયરલ થઈ રહ્યો છે. કેટલાક લોકો દેડકાની પજવણી કરવા સામે શખ્સ પર રોષ ઠાલવી રહ્યા છે તો કેટલાક લોકો દેડકાએ શખ્સને યોગ્ય પાઠ ભણાવ્યો એમ કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન