Frogs Divorced in just 2 months After Flood Like Situation in Bhopal
  • Home
  • Featured
  • પહેલાં દેડકાં-દેડકીનાં કરાવ્યા લગ્ન, અને હવે પરાણે છૂટાછેડા લેવડાવ્યા, આ છે અજીબોગરીબ કારણ

પહેલાં દેડકાં-દેડકીનાં કરાવ્યા લગ્ન, અને હવે પરાણે છૂટાછેડા લેવડાવ્યા, આ છે અજીબોગરીબ કારણ

 | 9:56 pm IST

દેશમાં નૈઋત્યનાં ચોમાસાની મોડી શરૂઆત થઈ ત્યારે દુષ્કાળને રોકવા અને સારો વરસાદ પડે તે માટે ઈન્દ્ર દેવને રિઝવવા એમપીના ભોપાલમાં દેડકા-દેડકીનાં ધામધૂમથી લગ્ન કરાવવામાં આવ્યાં હતાં. હવે એમપીમાં અનરાધાર વરસાદ અને ભારે પૂરે વિનાશ વેર્યો છે, ત્યારે મંત્રોચ્ચાર કરીને આ દેડકા-દેડકીનાં છૂટાછેડા લેવાયા હોવાની અજીબોગરીબ ઘટના બની છે.

દેશ એક તરફ ચંદ્રયાનને ચંદ્ર પર મોકલી રહ્યો છે, ત્યારે લોકોમાં ૨૧મી સદીમાં પણ અંધશ્રાદ્ધા કેટલી ઘર કરી ગઈ છે તેનું આ વરવું ઉદાહરણ છે. ભોપાલના લોકો હવે મુશળધાર વરસાદ અને પૂરની સ્થિતિ બંધ થાય તે માટે ભગવાનને પ્રાર્થના અને કાલાવાલા કરી રહ્યા છે. દેડકા-દેડકીના છૂટાછેડા પછી ખુશહાલી આવશે તેવી માન્યતા
ભોપાલના ઇન્દ્રાપુરી વિસ્તારમાં બુધવારે ઓમ શિવ સેવા શક્તિ મંડળ દ્વારા વરસાદ અને પૂર બંધ થાય તે માટે દેડકા-દેડકીનાં પ્રતિકાત્મક છૂટાછેડા કરાયા હતા. છૂટાછેડા વખતે બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરાયા હતા. આ પછી મધ્યપ્રદેશ અને ભોપાલમાં ખુશહાલી આવશે તેમ લોકોનું માનવું છે.

ભોપાલમાં રવિવારે વરસાદે ૧૩ વર્ષનો રેકોર્ડ તોડયો

બુધવારે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં ભોપાલમાં સામાન્ય કરતાં ૨૬ ટકા વધુ વરસાદ પડયો છે. રવિવારે સાંબેલાધારે પડેલાં વરસાદે ૧૩ વર્ષનાં તમામ રેકોર્ડ તોડયા હતા. ભોપાલની નજીકના ડેમ છલકાઈ ગયા હતા. ભારે વરસાદથી મધ્યપ્રદેશનાં ૩૬ જિલ્લા અન્ય સ્થળોથી વિખૂટા પડી ગયા છે. રસ્તાઓ અને ટ્રેનના રૂટને ભારે નુકસાન થયું છે. અનેક સ્થળે પુલો અને નાળા તૂટી ગયાં છે. વૃક્ષો પડી ગયાં છે. ખેતરોમાં ઊભા પાકને કરોડોનું નુકસાન થયું છે.

આ વીડિયો પણ જુઓઃ

વલસાડમાં ગણેશ વિસર્જન વખતે બે લોકો ડૂબ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન