From Amitabh to Raj Kapoor, it was closed because of Holi parties of Celebs
  • Home
  • Entertainment
  • Bollywood
  • અમિતાભથી લઇને રાજ કપૂર, આ કારણથી બંધ થઇ સેલેબ્સની હોળી પાર્ટીઓ

અમિતાભથી લઇને રાજ કપૂર, આ કારણથી બંધ થઇ સેલેબ્સની હોળી પાર્ટીઓ

 | 1:21 pm IST

ફિલ્મી અને ટીવી સ્ટાર્સનું હોલી સેલિબ્રેશન સૌથી વધારે ચર્ચામાં રહે છે, સોશિયલ મીડિયાના સમયમાં હવે તો દરેક સ્ટાર્સની હોળી પાર્ટી ઇન્ટરનેટ પર વાયરલ થયા છે. એક સમય હતો જ્યારે ફિલ્મી જોડાયેલા પરિવારમાં હોળી પાર્ટીમાં ખૂહ ધમાચકડી જોવા મળતી હતી.

જેમાથી પૃથ્વીરાજ કપૂરથી લઇને અમિતાભ બચ્ચનની હોળી પાર્ટી સામેલ છે. પરંતુ સમયની સાથે હોળી સેલિબ્રેશન અચાનક બંધ થઇ ગયું. આવો જાણીએ તેની પાછળનું કારણ…

રાજકપૂરની હોળી

આરકે સ્ટૂડિયોમાં થનારી આ હોળીની ચર્ચા આજે પણ થાય છે. આ પાર્ટીમાં શિરકત કરવા માટે સ્ટાર્સ માટે ઇવેન્ટ કરવામાં આવતી હતી. સવારથી સાંજ સુધી નાચ-ગાનથી મહેફીલ સજતી હતી. આ હોળી પાર્ટી રાજ કપૂર હોસ્ટ કરતા હતા. પરંતુ 1988માં રાજ કપૂરના નિધનની સાથે જ આ હોળી સેલિબ્રેશન પણ બંધ થઇ ગયું.

યશ ચોપડાની પાર્ટી

પ્રખ્યાત ફિલ્મકાર યશ ચોપડા પહેલાના સમયમાં યશરાજ સ્ટૂડિયોમાં હોળીની પાર્ટી કરતા હતા. જ્યાં તમામ સેલેબ્સ, સ્ટાફ પર્સન સામેલ થતા હતા. પરંતુ તેમના નિધન બાદ આ હોળી પાર્ટી પણ બંધ થઇ ગઇ.

સુભાષ ઘાઇની હોળી પાર્ટી

ફિલ્મ મેકર સુભાષ ઘાઇ પહેલા તેમન મડ આઇલેન્ડ વાળા બંગલા પર હોળી પાર્ટી કરતા હતા. પરંતુ બાદમાં તે સેલિબ્રેશન બંધ કરી દીધું. આ હોળી પાર્ટીમાં પ્રખ્યાત સ્ટાર્સ સિવાય ટેક્નીશિયન અને ડિઝાઇનર પણ સામેલ થતા હતા.

અમિતાભ બચ્ચનની હોળી પાર્ટી

સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ઘણા વર્ષો પહેલા તેમના જુહુ સ્થિત બંગલામાં ગ્રાન્ડ હોળી પાર્ટીનું આયોજન કરતા હતા. જેમા પ્રખ્યાત સ્ટાર્સ ઉપસ્થિત રહેતા પરંતુ 2008 મુંબઇ આતંકી હુમલા બાદ બચ્ચન ફેમિલીએ હોળી પાર્ટી રદ્દ કરી દીધી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન