બેંગકોકથી આવેલા મહેસાણાના પ્રવાસી પાસેથી કસ્ટમ વિભાગે ડ્રોન જપ્ત કયંર્   - Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બેંગકોકથી આવેલા મહેસાણાના પ્રવાસી પાસેથી કસ્ટમ વિભાગે ડ્રોન જપ્ત કયંર્  

બેંગકોકથી આવેલા મહેસાણાના પ્રવાસી પાસેથી કસ્ટમ વિભાગે ડ્રોન જપ્ત કયંર્  

 | 1:49 am IST

અમદાવાદ,તા.૧૪

અમદાવાદના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પેસેન્જરોના બેગેજ પર કસ્ટમ વિભાગ નજર રાખી રહ્યું છે પણ કેટલાંક કિસ્સાઓમાં બેગેજમાં છુપાયેલા પ્રતિબધિત ડ્રોન પકડાતા નથી તેવી એક ફરિયાદ મહેસાણાના પેસેન્જરે કરી છે. પ્રતિબંધિત ડ્રોન લાવી શકાતા નથી તેવી એરપોર્ટ પર ક્યાંય સૂચના મૂકવામાં આવી નથી જેના કારણે રકમડાં સમજીને પણ પેસેન્જરો લાવી રહ્યા છે જેના કારણે પેસેન્જરોને હેરાનગતિ પણ થઈ રહી છે. બેગેજનું સ્ક્રીન કરવામાં આવે ત્યારે બેગેજમાં મૂકવામાં આવેલા ટચૂકડા ડ્રોન નીકળી પણ જતા હોય છે પણ જે પેસેન્જરો બેગેજમાં ડ્રોન તૂટી ન જાય તે માટે હાથમાં લઈને આવે તો કસ્ટમ વિભાગ પરવાનગી આપતું નથી તેવી પણ ફરિયાદ ઊઠી છે. અમદાવાદ પોલીસની રહેમ નજર હેઠળ શહેરમાં ખુલ્લેઆમ પ્રતિબંધિત ડ્રોનનો ઉપયોગ થઈ રહ્યો છે તે ઘણો જ ખતરનાક છે.

અમદાવાદના એરપોર્ટ પર ૫ હજાર ડ્રોન પકડીને ગોડાઉનમાં મૂકી દીધા છે જેના કારણે ગોડાઉન ભરાઈ ગયં છે ત્યારે તાજેતરમાં મહેસાણા એક પેસેન્જર ભૌતિક ભટ્ટ પણ ડ્રોન લઈને આવતા કસ્ટમે તે જપ્ત કરી લેતા તેમણે વાંધો ઉઠાવ્યો છે. તેમની ફરિયાદ એવી છે કે, કેટલાંક નીકળી જાય છે અને તેમણે હાથમાં બોક્સ રાખ્યું હોવાથી તેમને પરવાનગી અપાઇ નહીં. કસ્ટમના આવા બેવડા નિયમો કેમ. મને જો પાછું નહીં મળે તો કાનૂની લડત આપીશ તેવી ફરિયાદ તેમણે કરી છે.આ પેસેન્જર બેંગકોકથી અમદાવાદ આવ્યા ત્યાર તેમના હાથમાં બોક્સ હતું તે જોઈને કસ્ટમે તપાસ કરતા ડ્રોન હોવાનં પેસેન્જર જણાવી દેતા કસ્ટમે જવા દીધં ન હતં.

કેટલાંક પેસેન્જરોની બેગમાં રિમાટ કટ્રોલવાળા ડ્રોન હતા તે જવા દીધા હતા પણ મારી પાસે હાથમાં બોક્સ હતું એટલે જવા દીધો નહીં તેવી પેસેન્જરની ફરિયાદ છે. જેમના નીકળી ગયા તો તેમની બેગમાં ડ્રોન છે તેવં સ્ક્રીનમાં દેખાયં કેમ નહીં.તેવો સવાલ પેસેન્જરે ઊભો કર્યા છે. ફરિયાદમાં પેસેન્જરે એવં પણ જણાવ્યું છે કે,એરપોર્ટની અંદર ગાઇડ લાઇન હોવી જોઈએ કઈ વસ્તુઓ લાવી શકાય છે અને કઈ લાવી શકાતી નથી જેથી વિદેશ પરવા ગયેલા પેસેન્જરો પ્રતિબંધિત આવા રમકડાં લાવે નહીં.