કોરોનાથી પીડિત મહારાષ્ટ્રનો પહેલો પરિવાર ૧૭ દિવસમાં રિકવર થઈને ઘરે પરત ફર્યો  - Sandesh
  • Home
  • India
  • કોરોનાથી પીડિત મહારાષ્ટ્રનો પહેલો પરિવાર ૧૭ દિવસમાં રિકવર થઈને ઘરે પરત ફર્યો 

કોરોનાથી પીડિત મહારાષ્ટ્રનો પહેલો પરિવાર ૧૭ દિવસમાં રિકવર થઈને ઘરે પરત ફર્યો 

 | 1:45 am IST

। મુંબઈ ।

મહારાષ્ટ્રનાં પહેલા કોરોના વાઇરસથી સંક્રમિત પરિવારને સંપૂર્ણપણે ક્યોર કરી દેવામાં આવ્યો છે. આ પરિવારના ચાર સભ્યોમાંથી ત્રણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. આ પરિવાર ૫ મેના રોજ દુબઈથી મુંબઈ પરત ફર્યો હતો અને ૯ માર્ચના રોજ જાણવા મળ્યું હતું કે તેઓ કોરોના વાઇરસથી સંક્રમિત છે. જેના લીધે તુરંત આ પરિવારને ક્વોરન્ટાઇન કરીને પૂણેના ડો. નાયડુુ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં ૧૭ દિવસ વિતાવ્યા બાદ બુધવારે સાંજે તેમનાં ઘરે પરત ફર્યો હતો.

આ પરિવાર સાથે દુબઈ ગયેલા ૪૦ લોકોનો પણ ટેસ્ટ કરાવવામાં આવ્યો જે બધાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. શરૂઆતનાં ૪ દિવસોમાં પતિ-પત્નીને અલગ રૂમમાં રાખવામાં આવ્યાં હતાં. ત્યારબાદ તેમને સ્પેશિયલ વોર્ડમાં શિફ્ટ કરી દેવામાં આવ્યાં હતાં. જે વોર્ડમાં દર બે બેડ છોડીને પતિ-પત્ની અને તેમની દીકરીને રાખવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. ૧૪ દિવસ બાદ જ્યારે ફરીથી કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો ત્યારે પહેલીવાર ટેસ્ટ નેગેટિવ આવ્યો. ત્યારબાદ ૨૫ માર્ચના રોજ ફરીથી પરિવારના દરેક સભ્યોનો ટેસ્ટ કરવામાં આવ્યો અને તે ટેસ્ટ નેગેટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ પરિવારનો રિપોર્ટ નેગેટિવ આવતા જ્યારે તેમને ઘરે જવાની પરવાનગી આપવામાં આવી ત્યારે ડોક્ટર્સે આ પરિવારને ફૂલના હારથી તેમને રવાના કર્યાં હતા. ઉપરાંત જ્યારે એમ્બ્યુલન્સમાં આ પરિવાર તેમની સોસાયટીમાં પરત ફર્યો ત્યારે સોસાયટીના સભ્યોએ પોતપોતાની બાલ્કનીમાં આવીને તાળીઓ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.

નિયમોના યોગ્ય પાલનથી આ વાઇરસથી મુક્તિ મેળવી શકે છે : પરિવાર

મુંબઈની હોસ્પિટલમાંથી સ્વસ્થ્ય બનીને બહાર નીકળેલા પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર  કોરોના વાઇરસથી રિકવર થયેલ આ પરિવારે લોકો સુધી સંદેશ પહાંેચાડયો છે કે કોઈની ઇચ્છાથી કોરોના વાઇરસ નથી થતો, તેમને એ નથી ખબર કે તેમનામાં કોરોના કેવી રીતે સંક્રમિત થયો પણ ૯૯% લોકો નિયમોના યોગ્ય પાલનથી આ વાઇરસથી મુક્તિ મેળવી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;