From doctor to Mrs. World, this is the journey of actress Aditi Govitrikar
  • Home
  • Photo Gallery
  • બોલિવૂડ એક્ટ્રેસ પણ આ ભારતીય ડૉક્ટર સામે લાગે ફિક્કી, નામે છે સુંદરતાનો મોટો ખિતાબ PICS

બોલિવૂડ એક્ટ્રેસ પણ આ ભારતીય ડૉક્ટર સામે લાગે ફિક્કી, નામે છે સુંદરતાનો મોટો ખિતાબ PICS

 | 5:00 pm IST

બોલિવૂડની સુંદર અભિનેત્રી અદિતિ ગોવિત્રીકર બહુ-પ્રતિભાશાળી અભિનેત્રીઓમાં શામેલ છે. તે એક ઉત્તમ અભિનેત્રી હોવા ઉપરાંત એક ઉત્તમ ડોક્ટર અને પ્રખ્યાત મોડેલ રહી ચૂકી છે. ઘણી સિરીયલો ઉપરાંત અદિતિ ગોવિત્રીકરે બોલિવૂડની મહાન ફિલ્મોમાં પણ કામ કર્યું છે. અદિતિ ગોવિત્રીકરનો જન્મદિવસ 21 મેના રોજ છે. આવામાં આજે અમે તમને તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક વિશેષ વાતો જણાવીશું.

અદિતિ ગોવિત્રિકરનો જન્મ 21 મે 1976માં મહારાષ્ટ્રના પનવેલમાં થયો હતો. ફિલ્મોમાં આવતા પહેલા તેમની ઓળખ પ્રખ્યાત મોડલ અને ડૉક્ટર તરીકે હતી. અદિતિ ગોવિત્રિકરે વર્ષ 1996માં ગ્લેડરેગ્સ કોન્ટેસ્ટ જીત્યો હતો. તેના પછી તેઓ મોડલિંગની દુનિયામાં પ્રખ્યાત થઇ ગયા. આ દરમિયાન અદિતિ ગોવિત્રિકરે ઘણા મ્યૂઝિક વીડિયો અને જાહેરાતોમાં પણ કામ કર્યું.

તેમના જીવનમાં મોટો બદલાવ ત્યારે આવ્યો જ્યારે 2001 માં મિસેજ વર્લ્ડનો ખિતાબ જીત્યો ત્યાર બાદ એક મોડેલ તરીકે તેમના જીવનમાં તેમનો મોટો ફેરફાર આવ્યો. તેમને અનેક જાહેરાતોમાં કામ કરવાની તક મળી. એક સફળ મોડેલ બન્યા પછી અદિતિ ગોવિત્રીકારે ફિલ્મો તરફ આગળ વધ્યા. તેમણે તેમની ફિલ્મ પ્રવાસની શરૂઆત સાઉથ સિનેમાની ફિલ્મ ‘થમ્મુડુ’થી કરી હતી. તેમની ફિલ્મ હિટ સાબિત થઇ હતી.

બાદમાં અદિતિ ગોવિત્રીકરે વર્ષ 2002 માં ‘સોચ’ અને ’16 ડિસેમ્બર ‘ફિલ્મોથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. ફિલ્મ ’16 ડિસેમ્બર’માં તેમના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. ત્યારબાદ અદિતિએ બોલિવૂડની ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો, જેમાં ‘બાઝ’, ‘પહેલી’, ‘દે દના દન’, ‘ભેજા ફ્રાય 2’ શામેલ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન