ફ્લ્મિોમાંથી કમાણી કરી આ અભિનેત્રીએ ઊભું કર્યું આઠ અબજનું સામ્રાજ્ય - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફ્લ્મિોમાંથી કમાણી કરી આ અભિનેત્રીએ ઊભું કર્યું આઠ અબજનું સામ્રાજ્ય

ફ્લ્મિોમાંથી કમાણી કરી આ અભિનેત્રીએ ઊભું કર્યું આઠ અબજનું સામ્રાજ્ય

 | 12:52 am IST

હોલિવૂડ અભિનેત્રી કેમરૂન ડિયાજ ૩૦ ઓગષ્ટે પોતાનો ૪૬મો જન્મદિવસ ઉજવ્યો. કેમરૂનનો જન્મ અમેરિકાના કેલિફોર્નિયામાં થયો છે. ભણતર પૂરું કર્યા બાદ કેમરૂને ૧૬ વર્ષની ઉંમરમાં મોડલિંગની શરૂઆત કરી હતી. ૧૯૯૨માં કેમરૂને એસ એન્ડ એમ લેધર ફ્શન લિગ્નિયર માટે ટોપલેસ ફેટોશૂટ કરાવ્યો હતો. જોકે તે જાહેર થયો ન હતો. ૧૬-૧૭ વર્ષની ઉંમરમાં કેમરૂન મોડલિંગમાં જાણીતી થઇ હતી. તેણીએ ૨૧ વર્ષની ઉંમરમાં જ ૧૯૯૪માં ફ્લ્મિ ધ માસ્કથી ફ્લ્મિોમાં પર્દાપણ કર્યું હતું. આ ફ્લ્મિ બાદ કેમરૂન રાતોરાત સ્ટાર બની હતી. તેની લોકપ્રિયા તેટલી હતી કે તેણે ૨૨૪૦ કરોડની કમાણી કરી હતી.  કેમરૂન એક ફ્લ્મિના લગભગ ૯૫ કરોડ રૂપિયા લે છે. હેલિવૂડમાં સૌથી વધારે કમાણી કરનાર અભિનેત્રીએ જ જાહેર કર્યું છે કે તે ફ્લ્મિોમાંથી સંન્યાસ લઇ રહી છે. ફ્લ્મિો સિવાય તે પોતાની અંગત જીવનને લઇને પણ ઘણી ચર્ચામાં રહી છે. ૨૦૧૫માં તેણીએ મ્યુઝિશિયન બેંઝી મેડન સાથે કેલિફોર્નિયામાં લગ્ન કર્યા હતા. કેમરૂન એક સારી અભિનેત્રીની સાથે સાથે એક સારી લેખક પણ છે. તેની પાસે લગભગ ૭૬૭ કરોડની સંપત્તિ છે. એટલું જ નહીં પણ ૨૦૧૦માં ફેર્બ્સ દ્વારા તેનું નામ ૧૦૦ અમીર ફીમેલ સેલિબ્રિટીની લિસ્ટમાં પણ સામેલ થયું હતું. કેમરૂને એક હેલ્થબુક પણ લખી છે. જેનું નામ બોડી બુક-ફીડ, મૂવ, અંડરસ્ટેન્ડ એન્ડ લવ યોર અમેજિંગ બોડી. આ બુક ઘણાં વર્ષો સુધી બેસ્ટ સેલિંગ લિસ્ટમાં રહી હતી. તેમની જાણીતી ફ્લ્મિોમાં હોલીડે, વ્હોટ હેપંસ ઇન વેગસ, બેડ ટીચર અને સેક્સ ટેપનો સમાવેશ થાય છે.