From los angeles Alia Bhatt stunning pictures on social media
  • Home
  • Featured
  • PHOTOS: લોસ એન્જેલન્સમાં મનભરીને ફરતી જોવા મળી આલિયા ભટ્ટ, શેર કરી હોટ તસવીરો

PHOTOS: લોસ એન્જેલન્સમાં મનભરીને ફરતી જોવા મળી આલિયા ભટ્ટ, શેર કરી હોટ તસવીરો

 | 11:47 am IST

આલિયા ભટ્ટ હાલ તેના ખુબજ વ્યસ્ત કાર્યક્રમ વચ્ચે સમય કાઢીને લોસ એન્જેલન્સમાં રિલેક્સ થઈ રહી છે. સમય સમય પર પોતાને આવી ટ્રીટ આપી ફ્રેશ થવુ આ અભિનેત્રીની ખાસીયત છે એક સરખી લાઈફ અને કામના બોજને હળવો કરવા આલિયા થોડો સમય પોતાની જાત સાથે વિતાવી લે છે.

આલિયાએ તેના આ મોસ્ટ એવેટેડ હોલિડેની તસવીરો પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આલિયાએ તેની લેટેસ્ટ તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં આલિયા ખુબજ આકર્ષક લાગે છે. આલિયાનો આ હોટ અંદાજ જોનારાના હોશ ઉડાડી દે તેવો છે.

આલિયાએ શોર્ટ ડ્રેસ અને હાઈ બૂટ પહેરી આકર્ષણ જમાવ્યુ હતુ. આ તસવીરોમાં તે ખુબજ આકર્ષક લાગી રહી છે. આલિયા છેલ્લા કેટલાક સમયથી વેકેશન મનાવી રહી છે અને દર્શકોને અવારનવાર ત્યાંની તસવીરો શેર કરતી રહે છે.
આલિયા ફિલ્મો સિવાય તેની અંગત જિંદગી અને રિલેશનને લઈને પણ ચર્ચામાં છવાયેલી રહે છે.

રણબીર કપૂર સાથે રિલેશનને લઈને આલિયા સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. બંનેના પરિવાર વાળાએ હવે આ સંબંધને મંજૂરી આપી દીધી છે.

આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. તો ‘RRR’ અને સડક-2 જેવી ફિલ્મોના શૂટિંગમાં હાલ તે ખુબજ વ્યસ્ત છે. રણબીરના પિતા ઋષિ કપૂર તેની સારવાર કરીને ન્યુયોર્કથી પરત ફર્યા છે ત્યારથી હવે આ જોડી ક્યારે લગ્ન કરશે તે વાત ચર્ચામાં છવાયેલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન