From now on 50 kg of fertilizer bag weighing 120 grams will be filled
  • Home
  • Gandhinagar
  • ખાતર કૌભાંડ: GSFCના એમડી સુજીત ગુલાટીએ ખેડૂતોની માફી માંગી

ખાતર કૌભાંડ: GSFCના એમડી સુજીત ગુલાટીએ ખેડૂતોની માફી માંગી

 | 8:51 pm IST

રાજકોટ બાદ અરવલ્લીમાં પણ સામે ખાતર કૌભાંડ સામે આવ્યું હતું. મોડાસા અને માલપુરમાં ખાતરની થેલીના વજનમાં ઘટાડો થઇ રહ્યો છે. 50 કિલોની થેલીમાં 500 ગ્રામ જેટલું ઓછું ખાતર આપવામાં આવી રહ્યું છે. GSFCના સરકાર DPA ખાતરમાં 620 ગ્રામ ઓછું ખાતર ખેડૂતોને પધરાવવામાં આવી રહ્યું છે. ખેડૂતોને ઓછૂ ખાતર આપી તેમની સાથે રાજ્યવ્યાપી કૌભાંડ આચરવામા આવી રહ્યું છે. આ મામલે ખાતર કૌભાંડ મામલે કૃષિ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. કૃષિમંત્રી આર.સી. ફળદુએ તપાસના આદેશ આપ્યા છે. કૃષીમંત્રીએ પોતાનુા વિભાગના અધિકારીઓ પાસેથી બનાવ અંગેનો રિપોર્ટ મંગાવ્યો છે. ત્યારે જીએસએફસીના એમડી સુજીત ગુલાટીએ ખેડૂતોની માફી માંગી છે. ગુજરાત સરકારમાં અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ફર્ટીલાઈઝર કંટ્રોલ આર્ડરના મુજબ ડિએપીમાં મહત્તમ 2.5 ટકા ભેજનું પ્રમાણ હોઈ શકે છે.

50.125 કિલોની ખાતરની બેગમાં ભેજને કારણે વજન ઓછુ આવ્યાનો બચાવ કરતા ગુજરાત સરકારની માલિકીની કંપની જીએસએફસીના એમડી સુજીત ગુલાટીએ ખેડૂતોની માફી માંગી છે. જામનગરના સિક્કા સ્થિત પ્લાન્ટ, રાજ્યના 244 ગોડાઉન અને સેંકડો વેચાણ કેન્દ્રોમાં પડેલા ડીએપી ખાતરની બેગનું વજન પૂર્ણ ન થાય ત્યાં સુધી વેચાણ બંધ રહેશે. આમ, હજી સાત-આઠ દિવસ ખાતર નહી મળે એમ કહેતા એમડીએ જેટલુ ઓછુ હશે એટલુ ખાતર ઉમેરીને ખેડૂતોને વેચાણ કરાશે તેમ જણાવ્યુ હતુ.

એક બેગમાં 300 ગ્રામથી દોઢ કિલો ઓછા ખાતરની ઘટનાઓ સંદર્ભે ગુજરાત સરકારમાં અધિક મુખ્ય સચિવ સુજીત ગુલાટીએ સોમવારે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. ફર્ટીલાઈઝર કંટ્રોલ આર્ડરના મુજબ ડિએપીમાં મહત્તમ 2.5 ટકા ભેજનું પ્રમાણ હોઈ શકે છે.

જાન્યુઆરીમાં પેક થયેલી બેગ ઉનાળો આવતા તેમાં 150 ગ્રામ સુધી વજનમાં ઘટ હોઈ શકે છે તેવો બચાવ કરતા તેમણે જણાવ્યુ હતુ કે, પેકેજીંગ યુનિટમાં માનવીય કે મશીનની ભૂલ છે તે શોધવા એક્સપર્ટ ઓફિસરને તપાસ ચાલુ છે. તેમાં જે તથ્ય બહાર આવશે તેના આધારે કાર્યવાહી થશે. તમામ વેચાણ કેન્દ્રો પર વજન કાંટા છે આથી, જે ખેડૂત પાસે ઓછા વજનની સીલબંધ બેગ હશે તેમને ઉમેરીને ખાતર મળશે. પુનઃ વિતરણ સંદર્ભે સાતેક દિવસમાં જાહેરાત કરાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન