પીસીએમાંથી સરકારી બેન્કોને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા - Sandesh
  • Home
  • Business
  • પીસીએમાંથી સરકારી બેન્કોને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા

પીસીએમાંથી સરકારી બેન્કોને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા

 | 12:35 am IST

। નવી દિલ્હી ।

પ્રોમ્પ્ટ કરેક્ટિવ એક્શન (પીસીએ)માંથી સરકારી બેન્કોને ટૂંક સમયમાં રાહત મળવાની શક્યતા છે. રિઝર્વ બેન્કની નિષ્ણાત સમિતિ દ્વારા આ બેન્કોના ડિસેમ્બરના ત્રિમાસિક ગાળાના પરિણામની સમીક્ષા બાદ પીસીએ અંગે નિર્ણય લેવામાં આવશે.   એનપીએની વધતી જતી સમસ્યાને કારણે રિઝર્વ બેન્કે ૨૩માંથી ૧૧ સરકારી બેન્કો સામે પીસીએ અમલી બનાવ્યું હતું. આને પરિણામે આ બેન્કો ઉપર નવી લોન આપવા કે નવી શાખા ખોલવા ઉપર પ્રતિબંધ હતો. લોનનું પ્રમાણ વધારવા માટે આ બેન્કોને પીસીએમાં રાહત આપવા સરકાર અગાઉ રિઝર્વ બેન્કને અપીલ કરી ચૂકી છે. સરકાર અમુક બેન્કને પીસીએની જોગવાઈમાંથી બાકાત રાખવાના પક્ષમાં છે. રિઝર્વ બેન્કના નવા ગવર્નર શક્તિકાંત દાસના અધ્યક્ષસ્થાને મળેલી બોર્ડ ફોર ફાઇનાન્શિયલ સુપરવિઝનની બેઠકમાં બેન્કોનેના ઓક્ટોબર – ડિસેમ્બર ત્રિમાસિક ગાળાના પરિણામના અંદાજની સમીક્ષા કરવામાં આવી હતી.

સૂત્રોએ જણાવ્યું હતું કે બેઠકને પગલે ત્રણથી ચાર બેન્કોને પીસીએમાંથી રાહત આપવામાં આવે એવી આશા છે. એનપીએને કારણે આ બેન્કોની કાર્યકારી મૂડી ઘટી છે અને ખોટ પણ વધી છે. જોકે, બેન્કોના નાણાકીય પરિણામ આવી જાય એ પછી જ નિષ્ણાતોની સમિતિ દ્વારા આ બાબતે કોઈ આખરી નિર્ણય લેવાશે. વર્તમાન મહિનાના અંત સુધીમાં આ બેન્કોના ત્રિમાસિક ગાળાના પરિણામ આવી જશે. પીસીએ હેઠળ મુકાયેલી કમજોર બેન્કોની સ્થિતિ સુધારવા માટે સરકારે હાલમાં જ અમુક બેન્કોમાં મોટા પ્રમાણમાં મૂડી ઠાલવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;