from saharanpur to south africa gupta brothers sons royal marriage in auli
  • Home
  • Photo Gallery
  • PHOTOS: NRI બંધુના દીકરાના લગ્ન બોલિવૂડને પાડશે ફિક્કું, જામશે ધનવાનોનો મેળો

PHOTOS: NRI બંધુના દીકરાના લગ્ન બોલિવૂડને પાડશે ફિક્કું, જામશે ધનવાનોનો મેળો

 | 12:57 pm IST

દક્ષિણ આફ્રિકા સાથે તાલ્લુક રાખનાર વિવાદાસ્પદ NRI ગુપ્તા બંધુઓનાં બે દિકરાઓનાં હાઈ પ્રોફાઈલ લગ્ન ઉત્તરાખંડનાં શાનદાર હિલ સ્ટેશન પર થવા જઈ રહ્યાં છે. આ લગ્નમાં 200 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. પહેલા લગ્ન અજય ગુપ્તાનાં દિકરા સુર્યકાન્તનાં 18-20 જૂન વચ્ચે થશે અને એના નાના ભાઈ અતુલ ગુપ્તાનાં દિકરા શંશાકનાં લગ્ન 20-22 જૂન વચ્ચે થશે.

સુર્યકાંતના લગ્ન હીરા વેપારી સુરેશ સિંઘલની દીકરી કૃતિકા અને શંશાકનાં લગ્ન દુબઈના મોટા ઉદ્યોગપતિ વિશાલ જલાનની દીકરી શિવાંગી સાથે થશે.

હાલમાં ઔલીમાં બધા જ રેસ્ટોરન્ટ અને હોટલ તેમજ રિજોર્ટ ગુપ્તા બંધુના નામે બુક છે. લગ્નનાં સુશોભન માટે સ્વિઝરલેન્ડથી લગભગ 5 કરોડનાં તો ફુલ મંગાવવામાં આવ્યાં છે. દિલ્હીથી મહેમાનોને ઔલી સુધી આવવા માટે 200 હેલિકોપ્ટર ભાડે લાવવામાં આવ્યાં છે. આ રોયલ લગ્ન માટે 100 તો પંડિત બોલાવવામાં આવ્યાં છે. લગ્ન માટે આમંત્રણ આપવાનું કાર્ડ ચાંદીનું અને સાડા 4 કિલોનું છે.

આ લગ્નમાં મહેમાનો તરીકે નેતાઓ, ઉદ્યોગપતિઓ, બોલિવૂડ સ્ટાર તેમજ બીજા ઘણા ધનવાન લોકો સામેલ થવાનાં છે. મહેમાનો માટે 400 જાતનાં અલગ અલગ પકવાન છે તેમજ બધાને બદરીનાથ ફરવા લઈ જવામાં આવશે. તો જુઓ એ ગુપ્તા બંધુઓની લાઈફને તસવીર સ્વરૂપે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન