અંતરિક્ષથી અગ્નિશમનમાં ચાલે તેવાં ખાસ કપડાંની શોધ - Sandesh
1.6M
1M
1.7M
APPS
 • Home
 • Supplements
 • Ardha Saptahik
 • અંતરિક્ષથી અગ્નિશમનમાં ચાલે તેવાં ખાસ કપડાંની શોધ

અંતરિક્ષથી અગ્નિશમનમાં ચાલે તેવાં ખાસ કપડાંની શોધ

 | 1:22 am IST
 • Share

કરન્ટ અફેર્સ : જયેશ ઠકરાર

શોધ-સંશોધન

 • ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO)ને તેના લિક્વિડ કૂલિંગ એન્ડ હીટ ગારમેન્ટ માટે પેટન્ટ પ્રાપ્ત થઈ છે. અંતરિક્ષયાત્રીઓને અંતરિક્ષમાં આ કપડાંથી તાપમાનનું અનુકૂલન રહે છે. આ કપડાં આર્મી, ઉદ્યોગો વગેરે માટે વિષમ વાતાવરણમાં ઉપયોગી રહે છે.
 • આઈઆઈટી મુંબઈના વિદ્યાર્થીઓ અને સંશોધકોએ સ્વદેશી રિસીવર ચિપ ‘ધ્રુવ’નું નિર્માણ કર્યું છે. જેનો દેશનાં વિવિધ સ્થળો-માર્ગાને શોધવા માટે મોબાઈલ ફોનના નેવિગેશન સાધનોમાં ઉપયોગ થશે.

ન્યૂઝ મેકર્સ  

 • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના અધ્યક્ષ મુકેશ અંબાણીને ફોર્બ્સ-રિયલ ટાઈમ બિલિયોનર્સ લીસ્ટમાં દુનિયાના નવમા ક્રમના અમીરનું સ્થાન મળ્યું છે. ૬૪.૬ બિલિયનની સંપત્તિ સાથે તે ગૂગલના સહસંસ્થાપકો લૈરી પેજ અને સર્ગેઈ બ્રિનથી આગળ છે.
 • મુંબઈ સ્ટોક એક્સચેન્જ ૧.૭ ટ્રિલિયન ડોલર સાથે દુનિયાનું ૧૦મા ક્રમનું સૌથી મોટું એક્સચેન્જ બની ગયું છે.

રાજ્યોની રફ્તાર  

 • ઉત્તરપ્રદેશમાં કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા દર્દીઓને આઈસોલેશન માટે રેલવે દ્વારા તૈયાર થયેલા કોચનો ઉપયોગ શરૂ થયા બાદ હવે દિલ્હી, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં પણ ભારતીય રેલવેએ અનામત રાખેલા ૫૨૩૧ આઈસોલેશન કોચનો ઉપયોગ થઈ રહ્યો છે.

વર્લ્ડ વોચ  

 • સાઉદી અરેબિયાએ આ વર્ષે હજયાત્રામાં વિદેશી યાત્રીઓ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. માત્ર સાઉદી નાગરિકો જ મર્યાદિત સંખ્યામાં હજમાં ભાગ લઈ શકશે. જેના પગલે ભારતીય હજયાત્રીઓને તેણે જમા કરાવેલાં નાણાં પરત અપાશે.
 • ચીને બાંગ્લાદેશનાં ઉત્પાદનોને નિકાસશૂલ્કમાં ૯૭%ની છૂટ જાહેર કરી છે. બાંગ્લાદેશનાં પ્રધાનમંત્રી શેખ હસીના અને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે થયેલી મંત્રણા બાદ બાંગ્લાદેશનાં ૮૨૫૬ ઉત્પાદનોને આ છૂટ હેઠળ આવરી લેવાયાં છે.

દેશ-વિદેશ  

 • અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એચ-૧બી વિઝા સહિત એચ-ટૂ બી, જે અને એલ નોન ઈમિગ્રન્ટ વિઝા આ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરી દીધા છે. અમેરિકાની કંપનીઓ વિદેશના અનુભવી ગ્રેજ્યુએટ પ્રોફેશનલ્સને પોતાને ત્યાં જોબ આપવા માંગતી હોય તો આવા પ્રોફેશનલ્સને પરિવાર સાથે અમેરિકામાં ૩થી ૬ વર્ષના એચ-૧ બી વિઝા મળે છે. વર્ષ ૨૦૧૯માં અમેરિકાએ આ પ્રકારના ૧,૮૮,૧૨૩ વિઝા ઈશ્યૂ કરેલા જેમાં ૧,૩૧,૫૪૯ ભારતીયો હતા.
 • વિદેશમાં વસતા ભારતીયોને પરત લાવવાના ‘વંદે ભારત મિશન’માં અમેરિકાએ નિયંત્રણો લાદી ભારતે અમેરિકાની એરલાઈન્સ પર મૂકેલા પ્રતિબંધો સામે વાંધો દર્શાવ્યો છે. અમેરિકાએ ૨૨ જુલાઈથી એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકવાની ચીમકી આપી છે.
 • ભારત-ચીન વચ્ચેના તણાવને બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સને ‘એક બેહદ ગંભીર અને ચિંતાજનક સ્થિતિ’ ગણાવી છે. હાઉસ ઓફ કોમન્સમાં કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે પૂછેલા પ્રશ્નના જવાબમાં તેમણે આ પ્રતિક્રિયા આપી હતી.

નિમણૂક  

 • ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર ઊર્જિત પટેલને આર્થિક થિન્ક ટેન્ક ‘નેશનલ ઈન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક ફાઈનાન્સ એન્ડ પોલિસીના અધ્યક્ષ નિયુક્ત કરાયા છે.

ન્યૂઝલાઈન  

 • પીએમ કેર્સ ફંડમાંથી દરેક રાજ્યોને પ્રવાસી મજૂરો માટે રૂ.૧૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
 • સરકારી સંસ્થાઓ માટે ઓનલાઈન ખરીદ પ્લેટફોર્મ ી-દ્બટ્વિાીૅઙ્મટ્વષ્ઠીમાં નવાં ઉત્પાદનોને મૂકવાની સાથે તેના ‘મુળ દેશ’નો ઉલ્લેખ ફરજિયાત બનાવાયો છે.
 • ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માનવ સંસાધન મંત્રાલયે yukti૨.૦ના નામે વેબ પાર્ટલ શરૂ કર્યું છે. જેનું પૂરું નામ છે Young India Combating Covid with Knowledge,Technology and Innovation.
 • આત્મનિર્ભર ભારત અંતર્ગત ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડને ૫૦,૦૦૦ મેડ ઈન ઈન્ડિયા વેન્ટિલેટર માટે રૂ.૨૦૦૦ કરોડની ફાળવણી થઈ છે.
 • સીબીએસઈ બોર્ડની ધો.૧૦ની બાકી રહેલી પરીક્ષા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે. જ્યારે ધો.૧૨ના વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા કે ન આપવાનો વિકલ્પ અપાયો છે.

નિધન  

 • બાળ કલ્યાણ ક્ષેત્રનાં અગ્રણી સમાજસેવિકા વિદ્યાબહેન શાહનું ૯૮ વર્ષની વયે દિલ્હીમાં નિધન થયું. તેમણે બાળકલ્યાણ પરિષદનાં અધ્યક્ષા તરીકે કામ કરેલું. ૧૯૯૨માં તેમને પદ્મશ્રીથી સન્માનિત કરાયાં હતાં.

fb/jayesh thakrar current affairs

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન