NIFTY 10,214.75 +96.70  |  SENSEX 33,106.82 +346.38  |  USD 65.3200 +0.11
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Zalawad
  • દેત્રોજના રૂદાતલમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

દેત્રોજના રૂદાતલમાંથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાયું

 | 3:53 am IST

કડી,માંડલ.તા.૨૦

અમદાવાદ જિલ્લાના છેવાડાના દેત્રોજ તાલુકાના રૂદાતલ ગામે કેટલાક ઇસમો દ્વારા બહારથી માણસો બોલાવી હાઇપ્રોફાઇલ જુગારધામ ચલાવાતો હોવાની ખાનગી બાતમી દેત્રોજ પોલીસને મળતા વોચ ગોઠવી હતી.

જેના આધારે દેત્રોજ પોલીસે બુધવારે રાત્રીના સમયે રુદાતલ ગામની સીમમાં આવેલ ગણપતિ મંદિર નજીકથી જાહેરમાં જુગાર રમતા ૧૩ જુગારીઓને રોકડ રકમ રૂ.૧,૨૦,૦૦૦/-,મોબાઇલ ફોન કિંમત રૂ.૮૧,૦૦૦/- તથા બે વેરના ગાડી કિંમત રૂ.૮,૦૦,૦૦૦/-સહિત કુલ મુદ્દામાલ રકમ રૂ.૧૦,૦૧,૦૦૦/-સાથે  હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપી લઇ જુગારધારાની કલમ હેઠળ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જોકે દેત્રોજ નજકથી હાઇપ્રોફાઇલ જુગારધામ ઝડપાતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો અને કોની છત્રછાયા હેઠળ જુગારધામ ચાલતુ તેની વધુ તપાસ દેત્રોજ પોલીસે હાથ ધરી હતી.

પક્ડાયેલ જુગારીઓ

૧)હિરેન ઘનશ્યામભાઇ પટેલ(૨)ગીરીશ નારણભાઇ પ્રજાપતિ(૩)ઓસ્ટીન કનુભાઇ પટેલ(૪)શીતલ જયંતિભાઇ પટેલ(૫)યોગેશ પોપટભાઇ પટેલ(૬)જીતેન્દ્ર વલ્લભભાઇ પટેલ(૭)નંદુ અમરતભાઇ પટેલ(૮)જયેશ રતિલાલ પટેલ(૯)રાજેન્દ્ર સુબોધભાઇ શાહ(૧૦)રાજુ ચેહરભાઇ રબારી(૧૧)વિપુલ જયંતિભાઇ પટેલ(૧૨)અતુલ બચુભાઇ પટેલ(૧૩)ચંદ્રકાંન્ત પરસોત્તમભાઇ પટેલ તમામ રહે.ચાંદલોડીયા અમદાવાદ