from whats app how to prevent smartphone storage
  • Home
  • Featured
  • Whats Appના ઉપયોગથી સ્ટોરેજ નહીં થાય ફૂલ, સેટિંગમાં કરો બસ આટલું

Whats Appના ઉપયોગથી સ્ટોરેજ નહીં થાય ફૂલ, સેટિંગમાં કરો બસ આટલું

 | 11:17 am IST

આજે મોટાભાગના લોકો ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ Whats Appનો ઉપયોગ કરે છે અને Whats Appથી સરળતાથી ફોટા અને વીડિયો (Photos and videos) સરળતાથી એકબીજા સાથે શેર કરી શકાતા હોવાથી આ એપ ખુબજ ઓછા સમયમાં લોકપ્રિય થઇ ચુકી છે. આજે ભાગ્યે જ કોઇ એવું હશે જે Whats Appનો ઉપયોગ કરતુ નહી હોય. જો કે Whats App પર સતત ફોટા અને વીડિયો આવતા આને કારણે ઘણી વખત સ્માર્ટફોનના સ્ટોરેજ પૂર્ણ થઈ જાય છે અને સમય સમય પર તેને ખાલી કરવાની જરૂર પડે છે.

જો કે આ સમસ્યાનું કાયમી સમાધાન છે. આ માટે કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશનની જરૂર નથી અથવા કોઈ સ સોફ્ટવેર ડાઉનલોડ (Software download)કરવાની જરૂર નથી. આ માટે, ફક્ત Whats App પર જવું પડશે અને કેટલાક ફેરફારો કરવા પડશે.

આ ફેરફારો સેટિંગ્સમાં કરવા પડશે
સ્માર્ટફોનના સ્ટોરેજને ખાલી રાખવા માટે Whats App ખોલો અને જમણી બાજુના ત્રણ બિંદુઓ પર ટેપ કરો અને સેટિંગ્સ પર જાઓ. અહીં તમે ઘણા વિકલ્પો જોશો. તેમાંથી ચેટ્સ પસંદ કરો. તે પછી તમે Media Visibilityનો વિકલ્પ જોશો. જો તે ઇનેબલ કરેલું છે, તો તેને ડિસેબલ કરો. આ કરવાથી Whats App પર ડાઉનલોડ કરેલા ફોટા અને વીડિયો વગેરે ગેલેરીમાં સેવ થશે નહીં.

તેના બે ફાયદા થશે
તેના બે ફાયદા છે એક તે છે કે Whats App પર આવતા અનિચ્છનીય વિડિઓઝ અને ફોટા સ્માર્ટફોનમાં આપમેળે સેવ થતા નથી. આ કરવાથી ડાઉનલોડ પણ થતા નથી અને તમારા ડેટાનો વપરાશ પણ ઓછો થશે. આ ઉપરાંત, તમે રોમિંગ કરતી વખતે ઓટો ડાઉનલોડ મીડિયાને પણ બંધ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન