Fromer PM Atal Bihari Vajpayee Rare of the rare pics
  • Home
  • Photo Gallery
  • અટલ બિહારી વાજપેયીની Rare તસવીરો, જવાનીથી લઇ PM બનવા સુધીની સફર

અટલ બિહારી વાજપેયીની Rare તસવીરો, જવાનીથી લઇ PM બનવા સુધીની સફર

 | 10:52 am IST


ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી દિલ્હીનએ AIIMS હોસ્પિટલમાં દાખલ છે. તેમની સ્થિતિ અત્યંત નાજુક છે. 93 વર્ષના વાજપેયી લાંબા સમયથી બીમાર છે અને 2009થી વ્હિલચેર છે. અટલ બિહારી વાજપેયીની 90ના દાયકામાં ભાજપને સ્થાપિત કરવામાં અગત્યની ભૂમિકા નિભાવી હતી.

અટલ બિહારી વાજપેયી ડિમેંશિયા નામની ગંભીર બીમારીથી ઝઝૂમી રહ્યા છે અને 2009થી જ વ્હીલચેર પર છે. થોડાંક સમય પહેલાં જ ભારત સરકારે તેમને ભારત રત્નથી સમ્માનિત કર્યા. વાજપેયી 1991, 1996, 1998, અને 2004મા લખનઉથી લોકસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા. વડાપ્રધાન તરીકે બિનકૉંગ્રેસી નેતા તરીકે સંપૂર્ણ કાર્યકાળ પૂરો કરનાર એકમાત્ર નેતા છે. 25મી ડિસેમ્બર 1924ના રોજ જન્મેલા વાજપેયીએ ભારત છોડો આંદોલન દ્વારા 1942મા ભારતીય રાજકારણમાં પગ મૂકયો હતો.