ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ વિષે જાણો - Sandesh
NIFTY 10,452.30 -93.20  |  SENSEX 34,010.76 +-286.71  |  USD 64.2100 +0.30
1.6M
1M
1.7M
APPS

ફ્રન્ટ વ્હીલ ડ્રાઇવ વિષે જાણો

 | 1:50 am IST

સડક પર આપણે જેટલી કારો જોઈએ છીએ, એમાં લગભગ ફ્રન્ટ-વ્હીલ એટલે કે આગળના વ્હીલની ડ્રાઈવિંગ સિસ્ટમ હોય છે. આ રીતની કારોમાં સ્ટીયરીંગ શાફટનો મતલબ કે સ્ટીયરીંગ સાથે જોડાયેલો લોખંડનો ડાંડો, તેનો છેડો ગિયર અને ટાઈ રોડસના માધ્યમથી આગળના પૈડાં સાથે જોડાયેલો હોય છે. કાર ચલાવવાનો બધો જ આધાર સ્ટીયરીંગ, ગીઅર, ક્લચ એક્સીલેટર પર રહેલો હોય છે. ત્યારે આપણે સ્ટીયરીંગને જે દિશામા વાળીએ તે દિશામા કારના વ્હીલ પણ વળતા હોય છે. આમ કારને જો જમણી ઔસાઇડ વાળવી હોય તો જમણી તરફ વ્હીલ ફરે જ્યારે ડાબી તરફ વાળવી હોય તો ડાબી તરફ ફરે. આપણે કારને વાળવા માટે સ્ટીયરીંગ વ્હીલને ફેરવીએ છીએ, ત્યારે ગિયર અને ટાઈ રોડસની મદદથી આગળના પૈડાં પણ એ જ દિશામાં ફરે છે. અને કારને ઇચ્છો તે દિશામા વાળી શકો છો.