મોદક વીક: આ રીતે ઘરે બનાવો 'ફ્રેશ ફ્રૂટ મોદક', અને ધરાવો ગણેજીને - Sandesh
  • Home
  • Food & Travel
  • મોદક વીક: આ રીતે ઘરે બનાવો ‘ફ્રેશ ફ્રૂટ મોદક’, અને ધરાવો ગણેજીને

મોદક વીક: આ રીતે ઘરે બનાવો ‘ફ્રેશ ફ્રૂટ મોદક’, અને ધરાવો ગણેજીને

 | 2:43 pm IST

સામગ્રી
300 ગ્રામ પનીર
અડધો કપ સ્કિમ્ડ મિલ્ક પાઉડર
4 ચમચા શુગર
3 ચમચા છૂંદેલાં કેળાં
1 ચમચો ઓરેન્જ જૂસ
પિસ્તાં

બનાવવાની રીત
સૌ પ્રથમ પનીરને શુગર સાથે મસળો. એટલું મસળો કે એ સોફ્ટ થઈ જાય. લગભગ 8-10 મિનિટ મસળ્યા પછી એમાં મિલ્ક પાઉડર ભેળવો. એની અંદર કેળું, ઓરેન્જ જૂસ નાંખી એને બરાબર ભેળવો. મોદકના સાંચાને અડધું પનીરના મિશ્રણથી ભરો. વચ્ચે પિસ્તાં ભરો અને બીજી બાજુ ફરી પનીર ભરી એને મોદકનો આકાર આપો. આવા મોદકને આકાર આપ્યા પછી ફ્રિજમાં 30 મિનિટ સુધી રાખો એટલે એ સરસ સેટ થઈ જશે.પછી ખાઓ.