સેટેલાઈટ ગેંગરેપ કેસમાં FSLનો રિપોર્ટ આવ્યો સામે, થયો સનસનાટીપૂર્ણ ખુલાસો - Sandesh
  • Home
  • Ahmedabad
  • સેટેલાઈટ ગેંગરેપ કેસમાં FSLનો રિપોર્ટ આવ્યો સામે, થયો સનસનાટીપૂર્ણ ખુલાસો

સેટેલાઈટ ગેંગરેપ કેસમાં FSLનો રિપોર્ટ આવ્યો સામે, થયો સનસનાટીપૂર્ણ ખુલાસો

 | 3:53 pm IST

ચકચારી સેટેલાઇટ ગેંગરેપ કેસમાં રોજે રોજ નવા અને સનસનાટીપૂર્ણ ખુલાસાઓ થઇ રહ્યા છે. FSLના રિપોર્ટમાં ગેંગરેપ કેસમાં નવો જ વળાંક આવ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે FSL રિપોર્ટ મહિલા આયોગને સોંપ્યો છે. આ રિપોર્ટમાં ગેંગરેપ થયાની પુષ્ટી થઇ નથી તેમ સૂત્રોએ જણાવ્યું હતું.

મહિલા આયોગ આ રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ રાજ્ય સરકારને આગળની કાર્યવાહી માટે ભલામણ કરશે.

સનસનાટીપૂર્ણ અમદાવાદના સેટેલાઈટ ગેંગરેપ કેસનો FSL રિપોર્ટ સામે આવ્યો છે. અમદાવાદ પોલીસ કમિશનરે મહિલા આયોગને ગઇકાલે સાંજે રિપોર્ટ સોંપી દીધો છે. FSLના આ રિપોર્ટમાં ગેંગરેપની આખી થિયરી જ ઉંધા માથે પટકાતી જણાઈ આવે છે. અમદાવાદના ઘોડાસરની 22 વર્ષીય યુવતી પર સેટેલાઇટ વિસ્તારમાં અપહરણ કરી બે વ્યક્તિઓએ ગેંગરેપ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઘટનાએ સમગ્ર અમદાવાદીઓને હચમચાવી નાખ્યા હતા. પીડિતાએ આરોપ લગાવ્યો હતો કે તેનું અપહરણ કરીને ગાડીમાં જ તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. એટલું જ નહી આરોપીઓએ તેને બ્લેકમેઇલ કરતા હતા અને રૂપિયાની 50 હજારની માંગણી કરતા હતા.

ત્યાર બાદ પીડિતાના નમુના લેવામાં આવ્યાં હતાં. જે FSLમાં મોકલવામાં આવ્યાં હતાં. FSLએ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. સૂત્રોનું કહેવું છે કે, FSLના આ રિપોર્ટમાં યુવતી સાથે ગેંગરેપ થયો જ ન હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટના આધારે ગેંગરેપને પુષ્ટિ ન થતી હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આમ પીડિતા દ્વારા ગેંગરેપની થિયરી જ ખોટી સાબિત થતી હોવાની માલુમ થાય છે. યુવતીએ અગાઉ ક્રાઇમ બ્રાન્ચ પર તપાસ યોગ્ય રીતે ના કરતા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. પીડિતાએ ક્રાઈમ બ્રાંચના જેસીપી જે.કે. ભટ્ટ પર ગંભીર આરોપ લગાવી તેમને તપાસમાંથી હટાવવાની માંગણી કરી હતી.