ટિકીટ મામલે કર્ણાટક કોંગ્રેસમાં ઘમાસાણ, મેહુલ ચોક્સીના વકીલને ટિકીટ આપતા વિવાદ - Sandesh
  • Home
  • India
  • ટિકીટ મામલે કર્ણાટક કોંગ્રેસમાં ઘમાસાણ, મેહુલ ચોક્સીના વકીલને ટિકીટ આપતા વિવાદ

ટિકીટ મામલે કર્ણાટક કોંગ્રેસમાં ઘમાસાણ, મેહુલ ચોક્સીના વકીલને ટિકીટ આપતા વિવાદ

 | 4:42 pm IST

કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે કોંગ્રેસે તેના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી દીધી છે. જેમાં 218 ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામં આવી છે પરંતુ ટિકીટ વહેંચણીને લઈને કોંગ્રેસમાં ઘમાસાણ મચી જવા પામ્યું છે. ટિકીટ ન મળવથી નારાક કેટલાક કોંગી નેતાઓએ લોકસભામાં પાર્ટીના નેતા અને ભૂતપૂર્વ રેલવે મંત્રી મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને વિરોધ પ્રદર્શનો કર્યા છે.

તો કેટલાક પક્ષ બદલવાની તૈયારીમાં છે. કોંગ્રેસે લિંગાયત સમુદાય ઉપરાંત રાજ્યના જાતિગત સમીકરણના આધારે ટિકીટોની ફાળવણી કરી છે.

કોંગ્રેસ નેતા અંજનામૂર્તિના સમર્થક પણ ભારે નારાજ છે. જ્યારે નેલમંગલા પર હાઈવે પર કોંગ્રેસ નેતાઓ દ્વારા ટાયર સળગાવી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે ટિકીટના દાવેદાર નેતા બૃજેશ કલપ્પાએ પણ ટ્વિટ કરી પોતાની હતાશા જાહેર કરી હતી. નારાજ તમામ નેતાઓએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા વિરૂદ્ધ મોરચો માંડી દીધો છે. રસપ્રદ વાત એ છે કે, પંજાબ નેશનલ બેંકને કરોડોનું ફુલેકુ ફેરવનારા અને ગીતાંજલિ જ્વેલર્સના માલિક મેહુલ ચોક્સીના વકીલને ટિકીટ આપવામાં આવતા કોંગી નેતાઓની નારાજગી વધી છે.

કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમેટીના ઉપાધ્યક્ષ વી આર સુદર્શન પણ ટિકીટ ન આપવાથી અસંતુષ્ઠ હોવાનું કહેવાય છે. એવી પણ ચર્ચા છે કે સુદર્શન ભાજપ જોઈન કરી શકે છે. તેવી જ રીતે બેંગલુરૂ સિટીના ભૂતપૂર્વ ધારાસભ્ય પ્રસન્ના કુમાર પણ તેમનું નામ કપાતા નારાજ છે, તેઓ જેડીએસનો હાથ ઝાલે તેવી શક્યતા છે. સૌથી વધારે વિરોધ તો પીએનબી કૌભાંડના આરોપી મેહુલ ચોક્સીના વકીલને ટિકીટ આપવાને લઈને છે. જેનો પાર્ટીની અંદર મોટા પાય્હે વિરોધ થઈ રહ્યો છે.

બીજી બાજુ કોંગ્રેસથી નારાજ ચાલી રહેલા નેતાઓને મનાવવાના કામમાં ભાજપ લાગી ગયું છે. ટિકીટ ફાળવણી પ્રમાણે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ચામુંડેશ્વરી બેઠક પરથી ચૂંટણી લડશે. કોંગ્રેસે સિદ્ધારમૈયાના પુત્ર યતીન્દ્રને પણ ટિકીટ આપી છે. યતીન્દ્ર વરૂણા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડશે.

અસદુદ્દીન ઓવૈશીની પાર્ટીએ કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં પોતાના ઉમેદાવાર ન ઉતારવાનો નિર્ણય લીધો છે. એઆઈએમઆઈએમ જેડીએસને સમર્થન આપશે. ઉલ્લેખનીય છે કે, જેડીએસ અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે પહેલા જ જોડાણ થઈ ચુક્યું છે.

કોંગ્રેસે ટિકીટ ફાળવણીમાં સામાજીક સમીકરણનું પુરતું ધ્યાન રાખ્યું છે. લિંગાયત સમુદાયના 40 ઉમેદવારોને ટિકીટ ફાળવવામાં આવી છે. આ ઉપરાંત વોક્કલિગા સમુદાયમાંથી 25, મુસ્લિમ સમુદાયના 15 અને 15 મહિલા ઉમેદવારોને કોંગ્રેસે ટિકીટ આપી છે. કોંગ્રેસે સાત વર્તમાન એમએલસી અને પાંચ બ્રામ્હણ ધારાસભ્યોને રિપીટ કર્યાં છે.