Full First List Of BJP's 184 Candidate, Know Who Will Fight Loksabha Election From Where
  • Home
  • Election 2019
  • BJPએ લોકસભા ચૂંટણી માટે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ ક્યાંથી લડશે

BJPએ લોકસભા ચૂંટણી માટે જાહેર કરી 184 ઉમેદવારોની પ્રથમ યાદી, જાણો કોણ ક્યાંથી લડશે

 | 9:39 pm IST

ભારતીય જનતા પાર્ટીએ ગુરૂવારનાં રોજ લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આમાં 184 ઉમેદવારોનાં નામ છે. બીજેપીનાં વિરષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને ઉમેદવારોનાં નામની જાહેરાત કરી હતી. તેમણે યાદી જાહેર કરતા કહ્યું કે પીએમ મોદી આ વખતે પણ વારાણસીથી ચૂંટણી લડશે. બીજેપી અધ્યક્ષ અમિત શાહને ગાંધીનગરથી ઉતારવામાં આવ્યા છે. બીજેપીએ 20 રાજ્યોમાંથી 184 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું છે.

તો બિહારની 17 સીટો પર નિર્ણય થઇ ગયો છે, પરંતુ યાદી પ્રદેશ કમિટી પાસે મોકલવામાં આવી છે. આ સીટોની પ્રદેશ કાર્યાલય જાહેરાત કરશે. બીજેપીનાં દિગ્ગજ નેતા રાજનાથ સિંહ લખનઊથી, નીતિન ગડકરી નાગપુરથી, તો સ્મૃતિ ઇરાની અમેઠીથી લોકસભા ચૂંટણી લડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન