full speed biker hit the police at mumbai video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: મેમો તો દૂર, હજુ સાઈડમાં ઉભો રાખે એ પહેલા જ બાઈક ચાલકે પોલીસને ઠોકી દીધી

VIDEO: મેમો તો દૂર, હજુ સાઈડમાં ઉભો રાખે એ પહેલા જ બાઈક ચાલકે પોલીસને ઠોકી દીધી

 | 5:59 pm IST

ટ્રાફિકના નવા નિયમો હાલમાં જ મોદી સરકારે બહાર પાડ્યા છે અને ઠેર ઠેર આ વાતને લઈ નવા નવા વીડિયો બહાર આવે છે. એ જ રીતે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જેમાં એક કરૂણ ઘટના બની છે અને એક પોલીસ સિરિયસ કન્ડિશનમાં છે, જો કે આ વીડિયો હાલનો છે કે પછી જૂનો છે એની કોઈ પુષ્ટિ થઈ નથી.

વીડિયોમાં જોઈ શકાય છે કે બપોરનો સમય છે અને મુંબઇ પોલીસ કોન્સ્ટેબલને ચેકિંગ પ્રક્રિયા દરમિયાન પોલીસ ચોકી પર એક બાઇક ચાલકે ટક્કર મારી દીધી. કાર્ટર રોડ પર મુંબઇ પોલીસે બધાના લાઇસન્સની તપાસ માટે એક ચોકી બનાવી હતી. ત્યાં જ આ ચેકિંગની પ્રકિયા હાથ ધરવામાં આવતી હતી.

જમાદાર નામના એક પોલીસ કોન્સ્ટેબલે જોયું કે એક બાઇક ચાલક એ બાજુથી પૂરપાટ ઝડપે આવી રહ્યો છે એટલે જમાદારે તેને રોકવા માટે હાથ ઉંચો કરીને સંકેત આપ્યો હતો. બાઈક ચાલકને રોકવા માટે રસ્તાની વચ્ચે ચાલ્યો ગયો. પરંતુ બાઇક સવારે બાઇકને ધીમી ન પાડી અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. એ ચક્કરમાં પોલીસને જોરદાર ટક્કર મારી અને સીધો નીચે પાડી દીધો.

પોલીસ અને બાઇક સવાર બંને ત્યાં રસ્તા પર પટકાયા હતા. પોલીસ કોન્સ્ટેબલ ગંભીર રીતે ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે જ્યારે આરોપી બાઇક સવારની ધરપકડ કરવામાં આવી છે. ત્યાંનાં સીસીટીવી ફૂટેજમાં આ ઘટના કેદ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન