સાતમ-આઠમના પર્વમાં છ જિંદગી પર પૂર્ણવિરામ - Sandesh
  • Home
  • Bhuj
  • સાતમ-આઠમના પર્વમાં છ જિંદગી પર પૂર્ણવિરામ

સાતમ-આઠમના પર્વમાં છ જિંદગી પર પૂર્ણવિરામ

 | 2:00 am IST

સાતમ – આઠમના સપરમા દિવસોમાં જુદા જુદા અપમૃત્યુના બનાવોમાં ૬ જિંદગી મોતને ભેટી હતી, જેમાં ચપરેડી, કુકમા, મોકરશી વાંઢ, ફાચરિયા, પ્રાગપર ચોકડી અને ભુજના હોસ્પિટલ રોડ પર બનેલા બનાવોનો સમાવેશ થાય છે. ત્રણ મહિલા અને ત્રણ પુરુષનાં અકાળે મોત થયા હતા.

પોલીસે ચોપડે થયેલી નોંધ અનુસાર ચપરેડીથી નાડાપા જતા માર્ગ પર ગત તા. ૨/૯ના રાત્રિના ૧૦ઃ૩૦ વાગ્યે બાઈક સ્લીપ થઈ જતાં તેનો ચાલક નિતેષ રામજી ઠાકોર (ઉ.વ.૩૦,રહે. હાલે ચપરેડી, મૂળ રાધનપુર)નું ગંભીર ઈજાઓના કારણે મોત નીપજ્યંુ હતું.

તો અન્ય એક બનાવ પદ્ધર પોલીસ મથકના વિસ્તારમાં બન્યો હતો. કુકમા-રેલડી વચ્ચે ટ્રક નંબર જીજે ૧૨ એઝેડ ૬૮૨૮નો ચાલક રિક્ષા નંબર જીજે ૧૨ એટી ૦૬૮૬ને ટક્કર મારતાં રિક્ષા ચાલક કાસમ ભચુ કકલ (ઉ.વ.૪૦, રહે. કુકમા)નંુ ગંભીર ઈજાઓનાં કારણે મોત નીપજ્યંુ હતું. જ્યારે મુકેશ શંકર વાડવાઈ, રમેશ લીંબા ભાભોર, પ્રવીણ શિવા પારગી અને ભરત કલાભાઈ પારગીને ઈજાઓ પહોંચી હતી.

બનાવ અંગે ટ્રકના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતે મોતના બનાવ પર નજર કરીએ તો અબડાસા તાલુકાના મોકરશી વાંઢ ગામે ૨૫ વર્ષીય સારૃબેન હકીમ પઢિયાર ગત તા. ૨૯/૮ના ૧૦ઃ૩૦ વાગ્યે પોતાના ઘરે ચા બનાવતા હતા, તે દરમ્યાન આગ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા.

જેને સારવાર માટે અત્રેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર તળે તેનું તા. ૩/૯ના રાત્રિના ૨ વાગ્યે મોત નીપજ્યંુ હતું.

અન્ય એક બનાવ મુન્દ્રા તાલુકાના ફાચરિયા ગામની ૪૫ વર્ષીય લક્ષ્મીબેન બાબુભાઈ ગોયલ તા. ૧ના અકળ કારણોસર પાકમાં છાંટવાની દવા પી લીધી હતી. જેનું સારવાર દરમ્યાન ગત રોજ ૬ઃ૩૦ વાગ્યે મોત થયું હતું.

ત્રીજા બનાવમાં મુન્દ્રા તાલુકાના પ્રાગપર ગામે કુદરતી હાજતે ગયેલા હીરાલાલ કેરૃ પ્રજાપતિની લાશ મારૃતિ કોલોની પાસે બાવળોની ઝાડીમાં મળી આવી હતી, જે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાનો એક બનાવ ભુજના હોસ્પિટલ રોડ પર બન્યો હતો. ભુજના મુન્દ્રા રોડ પર આવેલી વોરા કોલોનીમાં રહેતી ૩૯ વર્ષીય અરવાબેન મુરતઝા (વોરા) હાલાઈએ હોસ્પિટલ રોડ પર આવેલા અંજલિ એપાર્ટમેન્ટની અગાશી પરથી ગત રોજ સવારે ૮ઃ૩૦ વાગ્યે છલાંગ મારી આત્મહત્યા કરી લીધી હતી.

મૃતક અરવાબેન ૧૯ વર્ષનો લગ્નગાળો ધરાવતા હોવાથી આત્મહત્યા કયા કારણોસર કરી ? તે અંગે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી અને વધુ તપાસ મહેશ કમેજળિયાએ હાથ ઔધરી છે.