this work will also be done with mobile banking,fund transfers
  • Home
  • Business
  • ફંડ ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ સિવાય મોબાઈલ બેન્કીગથી આ કામ પણ થશે

ફંડ ટ્રાન્સફર અને બિલ પેમેન્ટ સિવાય મોબાઈલ બેન્કીગથી આ કામ પણ થશે

 | 10:57 am IST

મોબાઈલ બેન્કીંગના માધ્યમથી તમે એવા પણ કેટલાક કામ કરી શકો છો, જે માટે તમારે બ્રાન્ચ પર ધક્કો ખાવો પડતો હોય છે. જેમ કે મોબાઈલ બેન્કીગથી તમે લોન એપ્લાઈ કરી શકો છો. ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે અરજી કરી શકો છો. આટલું જ નહી ઘરે બેઠા તમે તમારૂ ખાતુ પણ ખોલાવી શકો છો. આજે આપણે જાણીશું ક્યા કામને સરળતાથી તમે કરી શકો છો એ પણ ઘરબેઠા માત્ર મોબાઈલની મદદથી.

લોન માટે અરજી કરી શકો છો

મોબાઈલ બેન્કીગથી ફોન પર કાર લોન, પર્સનલ લોન, ઈશ્યોરન્સ, ટૂ-વ્હીલર લોન માટે અરજી કરી શકો છો. તમારે બસ મોબાઈલ બેન્કીગ પર જઈને તમારી માહિતી ભરવાની રહેશે અને બેન્ક કર્મચારી તમારો સામેથી સંપર્ક કરશે.

મગાવી શકો છો ચેક બુક અને પાસબુક

તમારે તમારી ચેકબુક અને પાસબુક મગાવવાની રિકવેસ્ટ મોબાઈલ પર જનરેટ કરવાની રહેશે. ચેકબુક અને પાસબુકની રિકવેસ્ટ નાખતા ત્રણ દિવસમાં તમારા ઘરના એડ્રસ પર આવી જશે. ચેક બુક લેવા માટે તમારે બેન્કમાં બ્રાન્ચ પર જવાની જરૂર નહી પડે.

ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે કરી શકો છો અરજી

તમે ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ માટે મોબાઈલ બેન્ક પર અરજી કરી શકો છો. તમારે મોબાઈલ બેન્કીગ પર જઈને માહિતી ભરવાની રહેશે બેન્ક કર્મચારીઓ ક્રેડિટ કાર્ડ લઈને તમારો સંપર્ક કરશે. ડોક્યુમેન્ટ તમારા ઘરે લેવા આવશે. જો કે ડેબિટ કાર્ડ ફરીથી બનાવવા માટે બેન્ક તમારી પાસેથી ચાર્જ વસુલ કરશે.

સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકાશે

તમે મોબાઈલ બેન્કીગ પર સેવિંગ એકાઉન્ટ ખોલાવી શકો છો, સેલરી એકાઉન્ટ કે કરન્ટ એકાઉન્ટ ખોલાવી શકો છો. તમારે તમારી માહિતી મોબાઈલ બેન્કીગ પેજ પર ભરવાની રેહશે. તમારે બેન્ક એકાઉન્ટ ખોલાવવા બ્રાન્ચ પર જવાની જરૂર નહી પડે.

એટીએમ અને બ્રાન્ચની જાણકારી મળશે

તમારા મોબાઈલ બેન્કની એપ તમારા બેન્ક એટીએમ અને બ્રાન્ચની જાણકારી આપશે. જો તમારે કેશની જરૂર હશે તો આસપાસ બેન્કનું એટીએમ શોધી રહ્યા છો તો મોબાઈલ બેન્કીગ પર જવાનું રહેશે. મોબાઈલ બેન્કીગ પર એટીએમ અને બેન્ક બ્રાન્ચ એટીએમ અને બેન્ક બ્રાન્ચનું એડ્રસ અને મેપ બંને હશે, એટલેકે તમને શોધવામાં પણ મુશ્કેલી નહી આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન