Funeral Of Hathras Victim Was Done With Family Consent : Adgp Prashant Kumar
  • Home
  • Featured
  • હાથરસની ગેંગરેપ પીડિતાના અડધી રાત્રે પરાણે કેમ કરાયા અંતિમ સંસ્કાર? ADGPનો ખુલાસો

હાથરસની ગેંગરેપ પીડિતાના અડધી રાત્રે પરાણે કેમ કરાયા અંતિમ સંસ્કાર? ADGPનો ખુલાસો

 | 6:54 pm IST

હાથસર ગેંગરેપ પીડિતાના મોડી રાત્રે પરિવાજનોને અંધારામાં રાખીને કરવામાં આવેલા અંતિમ સંસ્કારને લઈને વેધક સવાલો ઉઠી રહ્યાં છે. આ મામલે ઉત્તર પ્રદેશ એડીજીપી પ્રશાંત કુમારે ખુલાસો કર્યો છે. પીડિતા પર 4 નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. દુષ્કર્મ બાદ નરાધમોએ માનવતાને શરમાવે તેવી હરકત કરતા પીડિતાની જીભ કાપી નાખી હતી અને તેના ગરદન-કરોડરજ્જુ અને હાથ પગના અનેક હાડકા ભાંગી નાખ્યા હતાં. ગઈ કાલે પીડિતાએ અંતિમ શ્વાસ લેતા ઉત્તર પ્રદેશ પોલીસ પ્રશાસન પર માછલા ધોવાઈ રહ્યાં છે. 

ઉત્તર પ્રદેશના એડીજીપી લો એન્ડ ઓર્ડર પ્રશાંત કુમારે દુષ્કર્મ પીડિતાના અંતિમ સંસ્કારને લઈને કહ્યું હતું કે, પરિજનોની સહમતિ બાદ જ પીડિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. એડીજીપીએ એમ પણ કહ્યું હતું કે, પીડિતાની ડેડબોડી પણ ખરાબ થઈ રહી હતી માટે ઘરના પરિજનોની સહમતિ બાદ અડધીરાત્રે જ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

ઉત્તર પ્રદેશના હાથરસની એક યુવતી પર ચાર નરાધમોએ ગેંગરેપ ગુજાર્યો હતો. પીડિતાએ ગઈ કાલે અંતિમ શ્વાસ લીધા હતાં. ત્યાર બાદ ઉત્તર પ્રદેશ પોલીસે પીડિતાના પરિજનોને મૃતદેહ સોંપવાના બદલે અડધી રાત્રે જ અંતિમ સંસ્કાર કરી દેતા દેશભરમાં ફિટકારની લાગણી પ્રવર્તી રહી છે. આ મામલે ઉત્તર પ્રદેશ પોલીસના એડીજીપી પ્રશાંત કુમારે આજે સ્પષ્ટિકરણ આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, પીડિતાનો પોસ્ટમાર્ટમ રિપોર્ટ હજી સુધી આવ્યો નથી. તેમાં જે તથ્ય સામે આવશે તેને લઈગે આગામી કાર્યવાહી કરવામાં આવશે.

એડીજીપીના જણાવ્યા પ્રમાણે આ આખા કેસની તપાસ માટે પ્રશાસને ઉચ્ચસ્તરીય્ય કમિટીની રચના કરી છે જેનું નેતૃત્વ ગૃહ સચિવ ભગવાન સ્વરૂપ કરી રહ્યાં છે. તેમની મદદ માટે એક ડીઆઈજી સ્તરના અધિકારી  અને એક એસપી સ્તરની મહિલા અધિકારીને નિમવામાં આવ્યા છે જેથી કરીને જો ભુલે ચુકે પણ સ્થાનિક પોલીસથી કોઈ ભુલ થઈ હોય તો કેસને અંતિમ સ્વરૂપ આપી શકાય.

પીડિતાના મૃતદેહને દિલ્હી એઈમ્સમાંથી મંગળવારે મોડી રાત્રે હાથરસ લાવવામાં આવ્યો હતો અને પોલીસે રાત્રે અઢી વાગ્યે જ છાનામાના પીડિતાના અંતિમ સંસ્કાર કરી દીધા હતાં. ગ્રામીણો અને પરિજનોએ આ બાબતનો ભારે વિરોધ કર્યો હતો અને એમ્બ્યુલન્સની આગળ રસ્તો રોકીને મૃતદેહની માંગણી કરી રહ્યાં હતાં પરંતુ તેમની વાતને અવગણીને પોલીસે તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતાં.

આ મામલે પ્રશાંત કુમારે કહ્યું હતું કે, પીડિતાનો મૃતદેહ ખરાબ થઈ રહ્યો હોવાથી તેના તત્કાળ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. આ પ્રક્રિયા માટે પીડિતાના પરિજનોની મંજુરી લેવામાં આવી હતી.

ડીએમે કહ્યું કે….

હાથરસના ડીએમએ પણ કહ્યું છે કે, પીડિતાના પરિવારની સહમતિ વગર જ અંતિમ સંસ્કાર કરવાનો આરોપ તદ્દન પાયાવિહોણો છે. પીતા અને ભાઈએ રાત્રે જ અંતિમ સંસ્કારની મંજુરી આપી દીધી હતી. પરિવારના સભ્યો પણ અંતિમ સંસ્કાર વખતે હાજર હોવાનો પણ ડીએમએ તો દાવો કરી દીધો છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, પીડિતાનો મૃતદેહ લઈને આવેલી ગાડી ગામમાં 12:45થી 2:30 સુધી ઉભી રહી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન