Funny Memes viral on Social Media about India-Pakistan Match
  • Home
  • Featured
  • IndvsPak: મેચના ફિલ્મી અંદાજમાં Funny મીમ્સ જોઈ તમે પણ હસી-હસીને થઈ જશો લોટપોટ

IndvsPak: મેચના ફિલ્મી અંદાજમાં Funny મીમ્સ જોઈ તમે પણ હસી-હસીને થઈ જશો લોટપોટ

 | 7:29 pm IST

આઈસીસી વર્લ્ડ કપ 2019માં રવિવારે ઇંગ્લેન્ડના મેનચેસ્ટર ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે વનડે મેચ રમાઈ રહી છે. જોકે આ મેચની ભારત-પાકિસ્તાન સહિત સંપૂર્ણ વિશ્વમાં ક્રિકેટ ફેન્સ આતુરતાથી રાહ જોઈને બેઠા હતા. આ સાથે ફેન્સને વરસાદના કારણે મેચ રદ ન થાય એવો પણ ભય હતો. પરંતુ મેચ પહેલા સોશિયલ મીડિયા પર મેચને ફિલ્મો સાથે જોડી જબરદસ્ત અને ફની મીમ્સ વાયરલ થયા છે. જેને જોઈ તમે પણ હસી-હસીને લોટપોટ થઈ જશો.

એક મીમમાં શાહિદ કપૂરની ફિલ્મ કબીર સિંહના જાણીતા સીન પર આઈસીસી અને ઈન્ડિયન ફેન્સ દેખાઈ રહ્યા છે. જ્યારે મેનચેસ્ટરના મેદાન પર વરસાદના કારણે ગત કેટલાક મેચ રદ થયા હતા. જેની મજાક ઉડાવી આયુષ્માન અને ભૂમિ પેડનેકરના ગીતની લાઇન લખી મીમ તૈયાર કરી શેર કરવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય એક મીમ અનુષ્કા શર્માની ફિલ્મ સૂઈ ધાગાના પોપ્યુલર સીનને વર્લ્ડ કપની ટ્રોફી સાથે જોડીને બનાવવામાં આવ્યું છે.

પાકિસ્તાનની હાર બાદ ત્યાં ટીવી તૂટવાના કેટલાક કિસ્સા ઘણા પ્રખ્યાત છે. તેથી એક મીમમાં મજાક ઉડાવી એક ટીવીને સુરક્ષિત અંદાજમાં દેખાડવામાં આવ્યું છે. અન્ય એક મીમમાં પ્રિયંકા ચોપડાના ટ્રેંચ કોટથી મેનચેસ્ટર મેદાનને ખાસ અંદાજમાં કવર કરવામાં આવ્યું છે. આવા કેટલાક ફની મીમ છે જે સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહ્યા છે. જેને જોઈ તમે તમારી હસી રોકી નહીં શકો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન