Funny message Traffic Rules, 'Amit Shah - Rahul Gandhi's Dialogues
  • Home
  • Ahmedabad
  • ટ્રાફિકના નિયમોને લઇને ફરતા થયા ફની મેસેજ, ‘અમિતશાહ- રાહુલ ગાંધીના સંવાદો વાંચી પેટ દુ:ખશે

ટ્રાફિકના નિયમોને લઇને ફરતા થયા ફની મેસેજ, ‘અમિતશાહ- રાહુલ ગાંધીના સંવાદો વાંચી પેટ દુ:ખશે

 | 12:25 pm IST

ટ્રાફિકના ઉલ્લઘન બદલ કેન્દ્ર સરકારે મોટર વ્હીકલ એકટ મુજબ જે નવો ભારેખમ દંડ નાગરિકો પર નાંખ્યા છે ત્યારથી સમગ્ર દેશમાં સરકારની ઠેકડી ઉડાડતા મેસેજ અને વિડિયો સોશ્યિલ મિડીયા પર હલચલ મચાવી રહ્યા છે. નવા નિયમો લાગુ કરી દેવામાં આવતા પોલીસને પણ મોજ પડી ગઇ છે.

પોલીસ નાગરિકો પાસે દંડની રકમ વસુલ કરી છે તો બીજા તરફ જાગૃત નાગરિકો પોલીસ પાસે દંડ ભરવી રહી છે.જેના કારણે પોલીસ પણ ટ્રાફિકના નિયમોનુ પાલન કરતી થઇ ગઇ છે. શહેરના નાગરિકોમાં એક મેસેજ જબરદસ્ત વાઇરલ થયો છે કે, અમે નિયમોનુ પાનલ કરીશુ પણ સરકારે પણ અમારા માટે આટલુ કરવુ પડશે.

જેમકે, ૧૦૦ રૃપિયામાં લાયસન્સ મળી જવુ જોઇએ જે લાયસન્સના એજન્ટો ૨થી ૩ હજાર લુટી લે છે. ૨૦૦ રૃપિયામાં હેલમેટ મળવી જોઇએ (સરકારના સહયોગથી )જેના ૧૨૦૦થી ૨૫૦૦ લેવાય છે. ર્વાષિક રૃા.૨૦૦માં વીમો/અથવા ફ્રી વીમો સરકારે દ્રારા આપવો જોઇએ (જેના આજે ૨૩૦૦થી ૪૫૦૦ લેવાય છે તેમ છતાં વીમો પાકતો નથી અને પાકે તો વિમા કંપનીઓ જુદા કારણો બતાવીને હાથ ઉંચા કરી દે છે.)

– રાહુલ ગાંધી: ચલાન કા સબસે જ્યાદા વિરોધ ગુજરાત મે ,લોગ લાલ ઝંડે લે કર સડકો પર ઉતર આયે હૈ,
– અમિત શાહ: પપ્પુ યે સબ લોગ અંબાજી જા રહે હૈ, સોશ્યિલ મિડીયામાં રમુજી મેસેજ ફરતા થયા

– યે જો ચલાન હૈ વો ,બિના હેલમેટ ચલાને કા નહિ હૈ,બીના દિમાગ લગાયે વોટ ડાલને કા જ્ર્માના હૈ.
– નાબાલિક કે ગાડી ચલાતે હુયે પકડે જાને પર જેલ વહ જાયેગા જીસકે નામ પર ગાડી હૈ, યહ સુનકર સબ લોગોને ગાડી અપની બીવી કે નામ પર ટન્સફર કરી દી.
– મહિલા: ભૈયા ચલાન કે પૈસે સહી સહી લગાવો ,હર બાર ચલાન તુમ્હારે યહી સે કટવાતે હૈ.
– કોઇ એમ કેમ કહેતુ નથી કે અમે તમામ કાયદાનુ પાલન કરીશુ, પછી દંડ કોણ વસુલ કરશે,દંડની વાત જ ક્યાં આવી ?
– પત્નીઓને ચિંતા વધી ગઇ કે, હવે દરેક સાડી માટે મેચીગ હેલમેટ ક્યાંથી લાવવી,પતિએ ગભરાઇને હેલમેટ ખરીદવાનુ શરૃ કર્યુ .
– મહત્તમ ૪૦ની સ્પીડે વાહન ચલાવો ને કુતરૃ પાછળ પડે તો વાહનની સ્પીડ વધી જાય તો દંડ કોણ ભરે કુતરૃ કે વાહન ચાલક ?
– ૧૨,૦૦૦માં જૂનુ બાઇક લીધુ હોય અને ૧૦,૦૦૦ દંડ થાય તો બાઇક પોલીસને આપી દઇએ તો ૨ હજાર પાછા આપે ખરા?
– સડકે તો ભારતીય હી રહ ગઇ ,લેકિન જૂર્માના અમેરિકા,યૂરોપ જર્મની કી સડકો જૈસા વાલા લગા દીયા.
– ધ્યાન રહે એસૈ હી રાસ્તો કે આપકો ટેકસ ભરને હૈ.
– અમિતાભ બચ્ચન (કેબીસી): ક્યાં કરોગે ઇતની ધનરાશી કા, બકો: ગાડીનો દંડ ભરીશ.
– ચેકબુક સાથે રાખવી ,મેમો મળે તો ચેક લખી નાંખવાનો, બાઉન્સ થાય તો ડરવાનુ નહિ..સરકાર પાસે ૧૫ લાખ લેવાના બાકી છે.
– રિક્ષા રાખી લેવી ,ત્રણ સવારી, હેલમેટ અને સિટબેલ્ટની ઝંઝટ જ નહિ.
– ચાલુ ફોને વાહન ચલાવવુ નહિ, રૃપિયા ૬૬૦૦ની કંકોતરી આવી શકે.
– એકદમ લેટેસ્ટ શ્રાપ: તારો ટ્રાફિક પોલીસ મેમો ફાડે.

– મહિલા: ભૈયા ચલાન કે પૈસે સહી સહી લગાવો ,હર બાર ચલાન તુમ્હારે યહી સે કટવાતે હૈ

-૪૦ની સ્પીડે વાહન ચલાવો ને કુતરૃ પાછળ પડે તો દંડ કોણ ભરશે ચાલક કે કુતરૃ ? 
આ પણ જુઓ વીડિયો: સરદાર સરોવર નર્મદા ડેમ ઐતિહાસિક સપાટીએ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન