funny video bear jumping after see kid comes closer to him
  • Home
  • Featured
  • બાળકને કુદતુ જોઇ રીંછ ભાઇને યાદ આવી ગયુ બચપન, પછી તો જે થયુ…Video

બાળકને કુદતુ જોઇ રીંછ ભાઇને યાદ આવી ગયુ બચપન, પછી તો જે થયુ…Video

 | 10:39 am IST

સોશિયલ મીડિયા પર રીંછનો એક વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે તમારા ચહેરા સ્માઇલને રોકી નહી શકો. તમે નાના હશો ત્યારે ઝૂમાં ફરવા ગયા હશો અને પ્રાણીઓના વીડિયો પણ જોયા જ હશે. આ વીડિયોમાં રીંછ બાળક સાથે રમતા જોવા મળ્યું હતું. ટ્વિટર પર આ વીડિયો IAS અધિકારી અવનીશ શરણે શેર કર્યો છે.

કહેવાય છે કે બાળક તો ભગવાનનું રૂપ છે પ્રાણીઓ પણ આ વાતને માને છે તે આ વીડિયો જોશો તો સમજાઇ જશે. માસુમ બાળક રીંછને જોઇને કુદવા લાગ્યુ અને ખુશ થઇ ગયુ તેને મસ્તી કરતું જોઇ અને આ રીંછ ભાઇ પણ મસ્તી કરવા લાગ્યા લાગે છે કે આ રીંછભાઇને પણ તેમનું બચપન યાદ આવી ગયુ છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઝૂમાં રહેલ એક રીંછ પૂલમાં તરી રહ્યુ છે. પછી એક બાળક તેની પાસે જાય છે. રીંછ તેની પાસે આવે છે અને કૂદવાનું શરૂ કરે છે. બાળક તેને જોવા લાગે છે. બંને એકબીજા સાથે રમવાનું શરૂ કરે છે.આ વીડિયો જોઇને તમે પણ તમારા બચપનને યાદ કરી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન