Funny video of a person working out at home goes viral
  • Home
  • Featured
  • VIDEO: ઘરે વર્કઆઉટ કરવામાં ધ્યાન રાખવું, બાકી આ શખ્સની જેમ પીઠ લાલચોળ થઈ જશે!

VIDEO: ઘરે વર્કઆઉટ કરવામાં ધ્યાન રાખવું, બાકી આ શખ્સની જેમ પીઠ લાલચોળ થઈ જશે!

 | 5:42 pm IST

હાલમાં કોરોનાનો કહેર હોવાના કારણે લોકો જીમમાં જઈ શકતા નથી. જેથી ઘણા લોકોએ પોતાના ઘરે જ વર્કઆઉટ કરવા માટે નવા નવા નુખ્સા અપનાવ્યા છે. તેમાં કોઈ સફળ રહ્યું તો કોઈને ભારે પણ પડ્યું છે. એક શખ્સે હાથની કસરત કરવા માટે રબરનો સહારો લીધો અને વર્કઆઉટ શરુ કર્યું. પરંતુ એવું ભારે પડ્યું કે પીઠ સોજી ગઈ.

વીડિયોમાં જોઈ શકો છો કે એક શખ્સ રબર બાંધીને હાથ વડે કસરત કરી રહ્યો છે. પહેલાં એક બે વખત તો બધું સેટઅપ બરાબર હતું. પરંતુ ત્યારબાદ રબર છૂટી ગયું અને સીધું પીઠ પાછળ વાગ્યું. થોડીવાર તો પેલા શખ્સને સમસમાટી બોલી ગઈ અને રાડ ફાટી ગઈ. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો માટે એક મનોરંજન બની ગયું છે. તો તમે પણ જુઓ અહીં આ ફન્ની વીડિયો….

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન