ફર્ને મેકકેન અન્કન્વેન્શનલ પદ્ધતિથી લગ્ન કરશે! - Sandesh
NIFTY 10,500.90 -38.85  |  SENSEX 34,155.95 +-144.52  |  USD 64.0875 -0.22
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • ફર્ને મેકકેન અન્કન્વેન્શનલ પદ્ધતિથી લગ્ન કરશે!

ફર્ને મેકકેન અન્કન્વેન્શનલ પદ્ધતિથી લગ્ન કરશે!

 | 4:00 am IST

ધી ઓન્લી વે ઈઝ એસેક્સ (TOWIE) નામના રિયાલિટી શોમાં ભાગ લઈને સ્ટાર બનેલી ફર્ને મેકકેન આર્થર કોલિન્સ નામના બોયફ્રેન્ડ સાથે મોજ કરી રહી છે. આર્થર કોલિન્સ સફળ બિઝનેસમેન છે.

ફર્ને પોતાના લગ્નના સપના વિશે વાત કરતાં કહ્યું કે અમે બંનેએ અમારા લગ્ન વિશે વાત કરી લીધી છે. હું મારા લગ્ન અન્કન્વેશનલ પદ્ધતિથી કરવા માગું છું. મારા લગ્ન બીચ ઉપર યોજાશે. ૨૬ વર્ષની ફર્નેએ કહ્યું કે એ મરમેઈડ સ્ટાઈલના પગની પાની સુધી પહોંચે એવા વાળ કરાવવાની છે. એ માટે નકલી વાળ લગાવશે. એ વાળથી જ મારી બ્રેસ્ટ કવર કરીશ અને માથામાં કુદરતી ફૂલો સજાવીશ. હું ખાસ કશું જ પહેરવાની નથી, મારા પગમાં ચંપલ પણ નથી પહેરવાની. આર્થર સાવ શોર્ટ બ્રીફ પહેરશે અને શર્ટ પહેરી શકે, પરંતુ એના બટન બંધ નહીં કરે. બોન્ગો અને સેકસોફોન સાથે ડીજે પાર્ટી ચાલતી હશે. લગ્નના દિવસે મારે મારું શરીર બેસ્ટ શેપમાં રાખવાનું થશે.

લગ્ન પછી તરત જ એકસાથે રહેવાનું શરૂ કરીશું. એ માટે બ્રાન્ડ ન્યૂ ઘર અમે ખરીદી લીધું છે. લગ્ન પછી સીધા એ ઘરમાં જ રહેવા જઈશું.