મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની ટીકીટ માટે માત્ર 50,000 રૂપિયા! - Sandesh
  • Home
  • India
  • મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની ટીકીટ માટે માત્ર 50,000 રૂપિયા!

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં કોગ્રેસની ટીકીટ માટે માત્ર 50,000 રૂપિયા!

 | 10:37 pm IST

મધ્યપ્રદેશમાં આ વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી યોજાઇ રહી છે. એ માટે કોંગ્રેસમાંથી ટીકીટ માંગનારાઓ પાસેથી કોંગ્રેસ ૫૦ હજાર રૂપિયા પાર્ટી ફંડમાં માંગશે. જ્યારે મહિલાઓ, અનુસૂચિત જાત તથા અનુસૂચિત જનજાતિના ઉમેદવારો પાસેથી ૨૫૦૦૦ રૂપિયા લેશે.

મધ્યપ્રદેશ કોંગ્રેસના પ્રભારી દીપક બાવરિયાએ સંવાદદાતાઓએ જાણકારી આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે ઉમેદવારોએ કોંગ્રેસ ફંડમાં ૫૦૦૦૦ રૂપિયા જમા કરાવવા પડશે. જો કે એ સામાન્ય ઉમેદવારો માટે છે, જ્યારે અનુસૂચિત જાતિ- જનજાતિ અને મહિલા ઉમેદવારોએ ૨૫ હજાર પાર્ટી ફંડ માટે આપવા પડશે. આ પૈસા ડિમાન્ડ ડ્રાફ્ટ દ્વારા લેવામાં આવશે. આ નિર્ણય પ્રદેશ ચૂંટણી સમિતિની સોમવારની બેઠકમાં લેવાયો છે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણયથી ટીકીટ માંગનારાઓ પણ ગંભીર બનીને માંગણી કરશે અને પાર્ટીના ભંડોળ માટે અછત ભોગવવી નહીં પડે. બાવરિયાએ જણાવ્યું હતું કે, રાજ્ય વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસની ટીકીટ માંગનારા ઉમેદવારે ૫થી ૧૫ માર્ચ સુધીમાં પોતાનું આવેદન પ્રદેશ કમીટીને નક્કી કરેલી રકમના ડિમાન્ડ ડ્રાફ્ટ સાથે મોકલી આપવું પડશે.

તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, તેનો અર્થ એ પણ નથી કે કોંગ્રેસ ગરીબ ઉમેદવારોને ટીકીટ આપવાથી વંચિત રાખશે. જો કોઇ પ્રભાવશાળી ઉમેદવાર ગરીબ હશે તો પક્ષ તેની પાસેથી આ ફંડ લેશે નહીં. એ બાદ કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી તથા પાર્ટીના કેન્દ્રિય કમીટી આ ઉમેદવારોમાંથી શક્તિશાળી ઉમેદવારની પસંદગી કરશે.

બાવરિયાએ જણાવ્યું હતું કે પક્ષની ટીકીટ માંગનારા કોઇ પણ ઉમેદવાર ટીકીટની માંગણી કરતી વખતે શક્તિ પ્રદર્શન નહીં કરે કેમકે એમ કરવાની મનાઇ કરાઇ છે.

૧૨મીએ વિધાનસભાનો ઘેરાવ

મધ્યપ્રદેશની ભાજપી સરકારને ખેડૂત વિરોધી તથા ભ્રષ્ટાચારી ગણાવતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ આખઆ મધ્યપ્રદેશમાં ભાજપના કુશાસનની વિરુધ્ધ ૧૨ માર્ચથી મોટું આંદોલન શરુ કરશે. એ આંદોલનના ભાગરુપે ૧૨ માર્ચે મધ્યપ્રદેશ વિધાનસભાનો ઘેરાવ કરશે.