અંધારામાં પણ ચમકશે Apple નો logo, જાણો કેવું હશે ખાસ ફિચર - Sandesh
  • Home
  • Featured
  • અંધારામાં પણ ચમકશે Apple નો logo, જાણો કેવું હશે ખાસ ફિચર

અંધારામાં પણ ચમકશે Apple નો logo, જાણો કેવું હશે ખાસ ફિચર

 | 10:21 am IST

અમેરિકાની ટેક્નોલોજી કંપની એપલે તાજેતરમાં આઇફોન 11 સિરીઝના ફોનને લોન્ચ કર્યો હતો. ત્યારે ભારતમાં આઇફોન 11નું સૌથી વધુ વેચાણ થયું હતુ. પણ એપલ તેના લોગોને કારણે ઘણા દિવસથી ચર્ચામાં છે. એક અહેવાલ પ્રમાણે એપલ આગામી દિવસોમાં આઇફોનના બેકમાં એક ખાસ પ્રકારનો લોગો આપશે.

Apple's biggest event today, Know Which Explosive Products Will Launch

જે નોટિફીકેશન આવવા પર ગ્લો કરશે. એપલ કંપની ગ્લોઇન્ગ લોગો માટે પેટેન્ટ પણ ફાઇલ કરી શકે છે. એપલ લાંબા સમયથી આ ગ્લોઇન્ગ લોગો પર કામ કરી રહી છે. સૂત્રોનું કહેવું છે કે આ નવો ગ્લોઇન્ગ લોગો વિવિધ નોટિફિકેશન પ્રમાણે વિવિધ લાઇટના કલર સાથે ગ્લો કરશે.

પેટન્ટમાં જણાવાયું છે કે LED સિમ્બોલ ઇનકમિંગ કોલ અથવા તો કેલેન્ડર રિમાઇન્ડર વખતે પણ ગ્લો કરશે. અલબત્ત આ ફિચર સાવ નવું નથી. પરંતુ ટેકનોલોજીમાં અનેક ક્રાંતિકારી ફિચર્સ લાવનાર એપલ એલઇડી સિમ્બોલમાં પણ કંઇક ઇન્ટરેસ્ટિંગ લાવે તેવી પુરેપુરી શકયતા છે.

જો કે એપલે કોઇ કારણથી આ સિમ્બોલ હટાવીને મેટલનો સિમ્બોલ યુઝ કરવાનું શરૂ કર્યું છે. હવે ફરીથી લાઇટની જેમ ચમકતા સિમ્બોલને એપલ પાછો લાવી રહી છે. જોકે આઇફોનમાં આ સિમ્બોલ એલઇડી તરીકે કામ કરશે અને તે માત્ર ફોનની બ્યુટી વધારવા માટે જ નહીં હોય. આ સિમ્બોલ નોટિફિકેશન લાઇટ તરીકે કામ કરશે. એટલે કે સોશિયલ મીડીયા, મેસેજ કે અન્ય કોઇ એપનું નોટિફિકેશન આવશે ત્યારે આ સિમ્બોલ એલઇડીથી ચમકી ઉઠશે.

Tech giant Apple will launch new iPhone models on September 10
એપલે તાજેતરમાં યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસમાં એડજસ્ટેબલ ડેકોરેશન ઇલેક્ટ્રોનિક પેટન્ટ દાખલ કરી હતી. તેમાં ‘ડિવાઇસીસ’ માટે તેવો ઉલ્લેખ કરાયો છે. તેથી એવું મનાઇ રહ્યું છે આઇફોન અને આઈપેડ ઉપરાંત આઈમેકના આગામી મોડલમાં તેને લગાવવામાં આવે તેવી શકયતા છે.

આ વીડિયો પણ જુઓ: બનાસકાંઠાના ત્રિશૂળિયા ઘાટ પર અકસ્માતનો મામલો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન