NIFTY 9,657.55 +69.50  |  SENSEX 31,311.57 +255.17  |  USD 64.4250 -0.01
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સલમાન સાથે સુપર નાઈટ વિથ ટ્યૂબલાઈટમાં ધમાલ મચાવનાર સુનીલના ફ્યુચર પ્લાન છે ચોંકાવનારા

સલમાન સાથે સુપર નાઈટ વિથ ટ્યૂબલાઈટમાં ધમાલ મચાવનાર સુનીલના ફ્યુચર પ્લાન છે ચોંકાવનારા

 | 6:51 pm IST

જ્યાં એક તરફ અલી અસગર, સુગંધા મિશ્રા અને સંકેત ભોસલે જેવા કોમેડિયનોએ કૃષ્ણા અભિષેકના નવા શો ‘કોમેડી કંપની’માં જવાનું ફાઇનલ કરી લીધું છે ત્યારે સુનીલ ગ્રોવર અંતર જાળવી રહ્યો છે. આ શોમાં એ જ ટીમ પ્રોડ્યુસ કરશે કે જે પહેલા કપિલ અને સુનીલના ઝગડાના પહેલા ‘ધ કપિલ શર્મા શો’ પ્રોડ્યુસ કરતી હતી. સુનીલ ગ્રોવરે હાલમાં જ સુપરસ્ટાર સલમાન ખાન સાથે સુપર નાઇટ વિથ ટ્યૂબલાઈટ કર્યું હતું પણ ત્યાર પછીથી અત્યારે સુધીમાં કોઈપણ શોનો હિસ્સો નથી બનાવા માંગતો. કપિલની સાથે લડાઈ થયા પછી સુનીલ કોઈપણ શોમાં કાયમ રીતે હિસ્સો નથી બનવા માંગતો. જો કે તે કોમેડી કંપનીમાં વિભિન્ન પ્રકારના પાત્રો ભજવતો નજર આવશે. આ સમયે તે કોઈપણ શો અને ચેનલની સાથે બંધાઈ જવા નથી માંગતો.

કપિલથી અલગ થયા બાદ સુનીલ ઘણાં વધારે લાઈવ શો કરી રહ્યો છે અને તેમનું કહેવામાં આવી રહ્યું છે કે તેને ટીવી પર બીજીવાર આવતા ખુશી થશે. સુનીલ એ પાત્રોમાંથી એક છે જેને કપિલના શોમાં દર્શકો જોવાનું પસંદ કરતા હતા. ચાહકોને તેનો ડૉક્ટર મશહુર ગુલાટીવાળું પાત્ર વધારે પસંદ આવે છે.

સુનીલ ગ્રોવરને ચમકાવતો શો સુપર નાઈટ વિથ ટ્યૂબલાઈટને બે સિક્વન્સમાં તૈયાર કરવામાં આવ્યો છે. શોના પહેલા ભાગમાં સુનીલ ગ્રોવર પોતાના લોકપ્રિય કેરેક્ટર મશહુર ગુલાટી અને અલી અસગર નર્સ લૈલાની ભુમિકામાં નજર આવ્યાં. મશહુર ગુલાટી એ શોમાં સલમાન ખાનનો એક મેડિકલ ટેસ્ટ પણ પોતાના જ ખાનગી અંદાજમાં કર્યો. એ દરમિયાન સલમાન અને બાકીના દર્શકોને ખુબજ હસવું આવ્યું.