આ બાળકનો બોલિંગ Video થયો વાઇરલ, દિગ્ગજ બોલરો પડ્યા આશ્ચર્યમા - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • આ બાળકનો બોલિંગ Video થયો વાઇરલ, દિગ્ગજ બોલરો પડ્યા આશ્ચર્યમા

આ બાળકનો બોલિંગ Video થયો વાઇરલ, દિગ્ગજ બોલરો પડ્યા આશ્ચર્યમા

 | 3:03 pm IST

હાલમાં સોશિયલ મીડિયા પર એક નાના બાળકનો બોલિંગ કરતો વીડિયો ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. જોકે હજૂ સુધી તે નક્કી નથી થઇ શક્યુ કે, આ વીડિયો ક્યા દેશમાં બન્યો પરંતુ આ બાળકે પોતાની બોલિંગ થકી સૌ કોઇને પોતાના મુરિદ બનાવી દીધા છે. આ બાળકની તુલના પાકિસ્તાનનાં પૂર્વ તેજ બોલર વસીમ અકરમ સાથે થઇ રહી છે. માત્ર એટલું જ નહી ભારતીય બોલર હરભજન સિંહ પણ વીડિયોને જોઇ પ્રભાવિત થઇ ગયો અને તેણે પણ આ વીડિયોને શેર કરતા લખ્યુ,”આ બાળક સ્ટાર બનશે…”

આ પહેલા પોતે વસીમ અકરમ પણ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર આ વીડિયો શેર કરી ચૂક્યા છે. તેમણે વીડિયોની સાથે લખ્યું,”આ બળક ક્યાં છે?… અમારા દેશમા ખુબ જ ટેલ્ન્ટ છે, જે લોકેની નસમાં દોડે છે પરંતુ તેમની શોધ મટે કોઇ પ્લેટફોર્મ નથી.” વસીમે લોકોને અપિલ કરતા લખ્યુ-“આપણે આ બાળક માટે કંઇક કરવું જોઇએ.

વાઇરલ થઇ રહેલા આ વીડિયોને સૌથી પહેલા દુબઇમાં રહેનાર ફૈઝાન રમઝાને શેર કર્યો હતો, જેમા તેમણે વસીમ અકરમ, શાહિદ અફ્રિદી અને રમીઝ રાજાને પણ ટૈગ કર્યા હતાં. વીડિયોમાં દેખાઇ રહેલ બાળક 8 થી 10 વર્ષનો છે, જે પોતાની સટિક અને સ્વિંગ બોલિંગથી સતત સ્ટમ્પને હીટ કરી રહ્યો છે.

તમને જણાવી દઇએ કે, વસીમ અકરમ પર કંઇક આવી જ રીતે ઇમરાન ખાનની નજરમાં આવ્યો હતો. તે સમયે તે નેટ્સ પર ઇમરાનને પ્રેક્ટિસ કરાવી રહ્યો હતો, જેના પછી તેના નામને આગળ વધારવામાં આવ્યુ હતું.