G20 Countries Gives 800 mn Dollar Debt Relief to Pakistan: Report
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • દેવાળિયા પાકિસ્તાનને G20 દેશોએ કરાવ્યા બખ્ખાં! 80 કરોડ ડોલર આપ્યા હોવાનો દાવો

દેવાળિયા પાકિસ્તાનને G20 દેશોએ કરાવ્યા બખ્ખાં! 80 કરોડ ડોલર આપ્યા હોવાનો દાવો

 | 10:57 pm IST
  • Share

દેવામાં ફસાયેલા પાકિસ્તાનને G20નાં 14 સભ્ય દેશો પાસેથી 800 મિલિયન યુએસ ડોલરની દેવાની રાહત મળી છે. જ્યારે તેને હજી પણ સાઉદી અરેબિયા અને જાપાન સહિત જૂથના અન્ય છ દેશોની પુષ્ટિની જરૂર છે. મીડિયા રિપોર્ટમાં આ માહિતી આપવામાં આવી હતી. પાકિસ્તાને વિશ્વના 20 સૌથી ધનિક દેશોના જૂથમાંથી આ વર્ષે ઓગસ્ટ સુધીમાં 25.4 અબજ ડોલર એકત્ર કર્યા છે.

આ વર્ષે 15 એપ્રિલના રોજ G20 દેશોએ પાકિસ્તાન સહિત 76 દેશોની લોન ચુકવણી પર મેથી ડિસેમ્બર 2020 દરમિયાન રોકની ઘોષણા કરી હતી. જો કે દરેક દેશે તેના માટે ઔપચારિક વિનંતી કરવાની શરત રાખી હતી. એક્સપ્રેસ ટ્રિબ્યુને સરકારી સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે છેલ્લા સાત મહિનામાં 14 દેશોએ પાકિસ્તાન સાથેના કરારને બહાલી આપી છે, જેણે હાલમાં ઇસ્લામાબાદને 800 મિલિયન ડોલર દેવાની રાહત આપી છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર આ 14 દેશો સિવાય અન્ય બે દેશોએ પણ દેવું રાહત આપવા પાકિસ્તાનનો સંપર્ક કર્યો હતો. સત્તાવાર દસ્તાવેજો અનુસાર પાકિસ્તાને જાપાન, રશિયા, સાઉદી અરેબિયા, સંયુક્ત અરબ અમીરાત અને યુનાઇટેડ કિંગડમ સાથેના દેવાની પુનર્ગઠન માટેના નિયમોને હજી અંતિમ સ્વરૂપ આપ્યું નથી. આર્થિક બાબતોના મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ છ દેશોએ દેવા રાહત કરારને બહાલી આપવાની બાકી છે, પરંતુ આ દેશો સાથેનો કરાર આવતા મહિનાના અંત સુધીમાં પૂર્ણ થવાની સંભાવના છે.

આ વીડિયો પણ જુઓઃ ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ કોરોના કેર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન